કમલેશ તિવારી હત્યા કેસમાં ગુજરાત એટીએસની પૂછપરછમાં મહત્વની માહિતી બહાર આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર હત્યારાએ કમલેશ તિવારીને મળવા અગાઉથી ખોટી વાર્તા તૈયાર કરી હતી. ગુજરાત એટીએસની પૂછપરછમાં કમલેશ તિવારીની હત્યા પૂર્વે, આરોપી અશફાકે ફેસબુક પર બનાવટી આઈડી બનાવી હતી, મિત્રતા કરી હતી. કમલેશ તિવારીને ખોટી વાર્તા કહી હતી
રોહિત સોલંકી નામની ફેક ફેસબુક આઈડી બનાવનાર અશફાકે કમલેશ તિવારીને કહ્યું હતું કે તે બીજા ધર્મની યુવતી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવાર તેમને લગ્ન કરવાની મંજૂરી આપી રહ્યો નથી. આથી કમલેશ તિવારીની મદદ માંગતો હતો. કમલેશ તિવારી પહેલાથી જ ડઝનેક છોકરાઓના લગ્ન કરાવી ચૂક્યા છે, તેથી તે મળવા પણ સંમત થયો.
બનાવટી લગ્નની વાર્તા પર ચર્ચા
હત્યારાઓએ કમલેશ તિવારીની હત્યા પહેલા તેમની ઓફિસમાં ગાળેલા અડધા કલાકમાં આ નકલી લગ્નની વાર્તાની ચર્ચા કરી હતી. તે પછી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો. ફરાર થયા પછી અશ્ફાક અને મોઈનુદ્દીન બંનેએ ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં છુપાવવાની અને સારવાર લેવાનો પ્રયત્ન કર્યો હતો અને જેના માટે તેઓએ તેમના ઘણા પરિચિતોને પણ સંપર્ક કર્યો હતો. આ રીતે યુપી પોલીસ અને એટીએસ ગુજરાતે તેમને પકડવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. પરંતુ આ બાજી ગુજરાત પોલીસ જ મારી ગયી. અને બંને આરોપીને શામળાજી બોર્ડર પર થી ઝડપી પડ્યા હતા.
ગુજરાત એટીએસ અને યુપી પોલીસે આ બંને હત્યારાઓના પરિચિતો અને સંબંધીઓની પાછળ પોતાના માણસો મૂકી દીધા હતા. તેમણે ખત્રિ હતી જ કે, હત્યારાઓ કોઈ પણ રીતે પરિજનનો સંપર્ક કરશે. અને બન્યું પણ આવું જ હતું.
યુપી પોલીસની યોજના નિષ્ફળ ગઈ
પોલીસના ડરથી શરણાગતિ માટે જ્યારે અશફાકે વકીલ અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એટીએસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. યુપી પોલીસે પણ તેમના માણસોને શોધવા માટે રોક્યા હતા. પરંતુ તેમને શરણાગતિ અને પકડવાની યોજના સફળ થઈ શકી ન હતી. હવે જ્યાં સુધી યુપી પોલીસ આ બંનેની કબજો મેળવવા કાર્યવાહી કરશે ત્યાં સુધી શક્ય છે કે ગુજરાત એટીએસ ફરી એકવાર આ લોકોની સઘન પૂછપરછ કરી ને આ સમગ્ર કેસનાં કાવતરાનો પરદા ફાસ કરીને અન્ય લોકોની પણ ધરપકડ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
