Not Set/ મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાને કર્યો જેલ ભેગો

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવામા આવેલ હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામા આવી છે. મીડિયા રિપોર્ટની માનીએ તો પંજાબનાં કાઉન્ટર ટેરરિજ્મ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરમાં ધરપકડ કરી દીધી છે. તેની ધરપકડ ત્યારે કરવામા આવી જ્યારે તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો. ધરપકડ બાદ હાફિઝ સઈદેને ન્યાયિક રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આ દરમિયાન […]

Top Stories World

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી ઘોષિત કરવામા આવેલ હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામા આવી છે. મીડિયા રિપોર્ટની માનીએ તો પંજાબનાં કાઉન્ટર ટેરરિજ્મ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની લાહોરમાં ધરપકડ કરી દીધી છે. તેની ધરપકડ ત્યારે કરવામા આવી જ્યારે તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો. ધરપકડ બાદ હાફિઝ સઈદેને ન્યાયિક રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આ દરમિયાન હાફિઝ સઈદે પણ કહ્યુ કે, તે પોતાની આ ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જશે.

પાકિસ્તાનની ઇમરાન સરકારે આ પહેલા 4 જુલાઈનાં રોજ હાફિઝ સઈદ પર એક્શન લેતા આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નાણાં ભેગા કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. હાફિઝ સઈદની વિરુદ્ધ લાહોર, મુલ્તાનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પંજાબ આતંકવાદ વિરોધી વિભાગે હાફિઝનાં પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

આપને જણાવી દઇએ કે, હાફિઝ સઈદ અને તેના ત્રણ સાથીઓને પાકિસ્તાનમાં આતંક રોધી એક કોર્ટે હાલમાં જ પોતાના મદરસે માટે જમીનનાં ખોટા ઉપયોગથી જોડાયેલા મામલામાં ત્રણ ઓગષ્ટ સુધી જામીન આપી હતી. લાહોરમાં આતંક રોધી કોર્ટ(એટીસી) એ હાફિઝ સઈદ અને તેમના સાથીઓ હાફિઝ મસૂદ, અમીર હમઝા અને મલિક જફરને 50-50 હજાર રૂપિયાનાં જામીનખત પર ત્રણ ઓગષ્ટ સુધી જામીન આપી હતી.

આ પહેલા ડોન ન્યૂઝ પેપરએ સમાચાર આપ્યા હતા કે એટીસીએ જેયૂડી નેતાઓને 31 ઓગષ્ટ સુધી જામીન પ્રદાન કરી છે. આતંક રોધી વિભાગ(સીટીડી) એ લાહોરમાં ગેરકાયદેસર રીતે જમીન પડાવી અને તેના પર મદરસા બનાવવાને લઇને સઈદ અને અન્યની વિરુદ્ધ આપત્તિ દાખલ કરાવી હતી. આપને જણાવી દઇએ કે, હાફિઝ સઈદ ભારતનાં વર્ષ 2008 મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી છે. આ હુમલાની દુનિયાભરનાં લોકોએ આલોચના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.