Not Set/ Mantavya News Bell – 23/10/2019નાં મુખ્ય સમાચાર @10:00 pm

આવતીકાલે ગુજરાતની છ બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ. સવારે 8 કલાકથી શરૂ થશે મતગણતરી છ બેઠકોનું કાલે પરિણામ ઉઝબેકિસ્તાન પ્રવાસેથી પરત ફર્યા સીએમ રૂપાણી ….કહ્યું પેટા ચૂંટણીમાં લહેરાશે ભગવો….. તો માવઠાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું ખેતીવાડી વિભાગ કરી રહી છે સર્વે પેટાચૂંટણીમાં લહેરાશે ભગવો: રૂપાણી  ગુજરાત કૉંગ્રેસનું માળખું વિખેરવાના પ્રસ્તાવને સોનિયા ગાંધીની મંજૂરી…અમિત ચાવડા પ્રમુખ પદે […]

Top Stories
morning bell

આવતીકાલે ગુજરાતની છ બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ. સવારે 8 કલાકથી શરૂ થશે મતગણતરી
છ બેઠકોનું કાલે પરિણામ

ઉઝબેકિસ્તાન પ્રવાસેથી પરત ફર્યા સીએમ રૂપાણી ….કહ્યું પેટા ચૂંટણીમાં લહેરાશે ભગવો….. તો માવઠાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું ખેતીવાડી વિભાગ કરી રહી છે સર્વે
પેટાચૂંટણીમાં લહેરાશે ભગવો: રૂપાણી 

ગુજરાત કૉંગ્રેસનું માળખું વિખેરવાના પ્રસ્તાવને સોનિયા ગાંધીની મંજૂરી…અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત્..પ્રદેશના હોદ્દેદારો, એક્ઝિક્યૂટિવ કમિટિ વિખેરાઈ
ગુજરાત કૉંગ્રેસનું માળખું વિખેરાયું

12 હજાર કરતા વધુ શિક્ષકોની ભરતી કરશે ગુજરાતની રૂપાણી સરકાર. દિવાળી પછી વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોની ભરતીની પ્રક્રિયા થશે શરૂ
12 હજાર કરતા વધુ શિક્ષકોની થશે ભરતી

કમલેશ તિવારીના હત્યારાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નવો ખુલાસો..આરોપીઓએ પહેલા મારી ગોળી, પછી ગળા પર ચાકૂથી કર્યા હતા સાત ઘા
પહેલા ગોળી મારી, પછી ચાકૂથી ઘા કર્યા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ પડ્યો વરસાદ. અમરેલી અને ગીર પંથકના ખેડૂતોને સૌથી વધુ નુકસાન
મુશ્કેલીનું માવઠું

દિલ્હીની બધી ગેરકાયદે કોલોની કરાશે કાયદેસર. ઘઉંના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો. મોદી સરકારની મોટી જાહેરાત
દિવાળી ગિફ્ટ

કાલે પરિણામનો દિવસ. આવતીકાલે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી. એક્ઝિટ પોલ મુજબ પરિણામ આવ્યા તો બન્ને રાજ્યમાં બનશે ભાજપની સરકાર
એક્ઝિટ પોલ
કાશ્મીરના સુરક્ષાદળોને મોટી સફળતા…ત્રાલમાં ઝાકીર મૂસાનો ઉત્તરાધિકારી આતંકવાદી હામિદ લલ્હારી ઠાર
આતંકવાદી હામિદ લલ્હારી ઠાર

ગાંગુલીએ સંભાળ્યું BCCIનું પ્રમુખ પદ…ધોનીની નિવૃત્તિ અંગે કહ્યું, ચેમ્પિયન આટલી જલ્દી સમાપન નથી કરતા..હું છું ત્યાં સુધી તમામનું સન્માન
BCCI માં ‘દાદા’ગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.