Not Set/ સ્પોર્ટ્સ/ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમનું થયુ એલાન, કોહલીને આરામ, રોહિતને અપાઇ કમાન

બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય અને બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની ગુરુવારે ઘોષણા કરવામાં આવી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એમ.એસ.કે. પ્રસાદની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની પસંદગી સમિતિએ ગુરુવારે બેઠક બાદ ટી-20 અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી હતી. કોહલીને આરામ, રોહિતને અપાઇ […]

Top Stories Sports

બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય અને બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની ગુરુવારે ઘોષણા કરવામાં આવી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. એમ.એસ.કે. પ્રસાદની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની પસંદગી સમિતિએ ગુરુવારે બેઠક બાદ ટી-20 અને ટેસ્ટ ટીમની ઘોષણા કરી હતી.

કોહલીને આરામ, રોહિતને અપાઇ ભારતીય ક્રિકેટ ટીમની કમાન

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીને આગામી ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડ કપ 2019 થી સતત ક્રિકેટ રમી રહ્યો છે અને ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમને કારણે તેણે વિરામ લેવાનું નક્કી કર્યું છે. ઓક્ટોબર 2018 થી ટીમ ઇન્ડિયાએ ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં કુલ 56 મેચ રમી હતી, જેમાં કોહલી 48 માં નજર આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા કરશે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી માટે ઘણા યંગસ્ટર્સને તક આપી છે. વિજય હઝારે ટ્રોફીમાં રેકોર્ડ બેવડી સદી ફટકારનાર સંજુ સેમસનને શ્રેણી માટે તક મળી છે. જ્યારે શિવમ દુબે હાર્દિક પંડ્યાની જગ્યાએ જોવા મળશે.

ટી-20 કાર્યક્રમ

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની શરૂઆત ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીથી શરૂ થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પહેલી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ 3 નવેમ્બરનાં રોજ દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી, શ્રેણીની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ 7 નવેમ્બરનાં રોજ રાજકોટમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ નાગપુરમાં રમાશે.

ટી-20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર.

ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ, રિષભ પંત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.