Not Set/ દિવાળીનો ઝળહળાટ/ પ્રજ્ઞાચંક્ષુ બહેનો પ્રકાશ ફેલાવવા બનાવે છે આવા સુંદર દીવડા

દિવાળીમાં દીવડાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે શહેરનાં મેમનગર વિસ્તારમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો સુંદર દીવડા બનાવીને લોકોનાં જીવનમાં પ્રકાશ આપવાનું ઉમદા કાર્ય કરે છે. ત્યારે દિવાળીની વિશેષ રજૂઆતમાં જુઓ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં જીવનનું પ્રકાશ બન્યા દીવડા. જીવનમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી તેનું ઉમદા ઉદાહરણ છે આ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ. કન્યાઓની આંખોમાં પ્રકાશ […]

Top Stories

દિવાળીમાં દીવડાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે શહેરનાં મેમનગર વિસ્તારમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો સુંદર દીવડા બનાવીને લોકોનાં જીવનમાં પ્રકાશ આપવાનું ઉમદા કાર્ય કરે છે. ત્યારે દિવાળીની વિશેષ રજૂઆતમાં જુઓ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં જીવનનું પ્રકાશ બન્યા દીવડા.

જીવનમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી તેનું ઉમદા ઉદાહરણ છે આ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ. કન્યાઓની આંખોમાં પ્રકાશ નથી પરંતુ તે બીજાનાં જીવનમાં પ્રકાશ મળે તે માટે સુંદર મજાનાં દીવડા બનાવીને વેચાણ કરે છે. દિવાળીમાં લોકો અવનવા દીવડાઓથી ઘરની સાજ સજાવટ કરે છે. કન્યાઓ 6 માહિના પહેલા જ દીવડા બનાવવાની શરૂઆત કરી દે છે અને દર વર્ષે કન્યાઓ દ્વારા 2 લાખ જેટલા દીવડા બનાવવામાં આવે છે અને તેને અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં પણ આવે છે. જેથી લોકો દૂર-દૂર થી આ દીવડા ખરીદવા માટે આવતા જોવા મળે છે.

આ પ્રજ્ઞાચક્ષુ બહેનોને કોરડીનેટર સ્મિતાબેન ગાઈડ કરે છે. દીવડામાં રૂની વાટ અને મીણ ભરવામાં આવે છે. ત્યારે કોઈપણ કન્યા મીણથી દાજી ન જાય તેનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ બહેનોનો ચીક્કી, રાખડી અને દીવડા બનાવીને રોજગાર છે. કન્યાઓ તેમની બધીજ પ્રોડક્ટ સસ્તા ભાવે વેચે છે અને વેચાણની આવકમાંથી સંસ્થાને આર્થિક સહાય કરે છે. ત્યારે કન્યાઓ દ્વારા બનાવેલા દીવડાની અમદાવાદમાં ભારે ડિમાન્ડ જોવા મળી છે.

કન્યાઓ દ્વારા બનાવેલા દીવડાની ખસીયત એ હોય છે કે તે 3 કલાક સુધી પ્રગટ્યા રહે છે. સમગ્ર રાજ્યમાં આ દીવડાની ખૂબ ડિમાન્ડ હોય છે. ટેમ્પો ભરી ભરીને વેચાણ અર્થે તેનુ વિતરણ પણ થાય છે. આ કોડીયા બજાર કરતા ઓછા ભાવે વેચાય છે. તે વિષે સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ બહેનોએ કહ્યું કે, સમાજનાં ડોનેશનથી અમારી સંસ્થા ચાલે છે તેથી અમે પણ સમાજને કંઈક પાછું આપવા માંગીએ છીએ. અમારા ઉત્પાદનની આવકમાંથી થોડો ખર્ચો નીકળી શકે તો ડોનેશન પર નિર્ભરતા ઓછી થાય. આપને જણાવી દઇએ કે, સંસ્થાની પંદર જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો આ દીવડા બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.