શિયાળાની શરૂઆત થઇ જતાં સ્કિન તેમજ વાળને લગતી સમસ્યાઓ જોવા મળે છે. જેમાં વધુ જોવાતી એક સમસ્યા છે વાળામાં જોવા મળતો ખોડો. શિયાળામાં વાળોમાં ખોડો થવો આમ વાત છે. વાળની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ જોવા મળે છે. ખોડો વધી જવાને કારણે ચહેરા, માથા, ગળા અને પીઠ વગેરે પર ખીલની સમસ્યા પણ સર્જાઇ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા સ્કાલ્પની ઉપરની સપાટી પર થાય છે પણ ધીમેધીમે આ અંદર પણ ફેલાવા લાગે છે. વાસ્તવમાં ખોડો આપણા માથાની ત્વચાના મૃત કોષોમાંથી પેદા થાય છે. ખોડાથી માથા ખંજવાળ આવે છે અને વાળ ખરવા લાગે છે.
જો તમે માથામાં થઇ જતા ખોડાનો ઇલાજ સમયસર નથી કરાવતાં તો ડ્રાય સ્કિન, સ્ટ્રેસ અને ખંજવાળની સમસ્યા થવા લાગે છે. જો કે શિયાળામાં થતાં ખોડા માટે ચાલો જાણીએ ઘરેલું ઉપાય.
માથામાં થતા ખોડાની સમસ્યાને દૂર કરવા માટે લીંબૂનો ઉપયોગ કરો.વાળને ભીના કરો અને લીંબીનો સ્કેલ્પ પર લગાવો અંદાજે 5 મીનીટ સુધી આમને આમ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી વાળને ધોઇ નાંખો. અઠવાડિયામાં માત્ર બે વાર લીંબુ લગાવી માથૂ ધોવાથી ખોડાની સમસ્યાથી છૂટકારો મળી શકશે.
ખોડાની સમસ્યા થતાં સ્કાલ્પની સફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત હર્બલ શેમ્પૂ કરવું જોઇએ અને વાળનું સારી રીતે કન્ડિશનિંગ કરવું જોઇએ.- એન્ટી-ડેન્ડ્રફ હર્બલ શેમ્પૂનો ઉપયોગ ખોડો ઓછો કરવામાં ઉપયોગી રહે છે કે પછી વિટામિન ઈ ઓઇલથી સ્કાલ્પની માલિશ કરી શકાય છે.
ખોડાને દૂર રાખવા દહીં પણ એક ઘણો સારો ઉપાય છે. દહીં ખાટુ હોય તો ઘણું વધારે ફાયદાકારક છે. દહીંને પણ વાળમાં લગાવો અને થોડા સૂકાઇ જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો જેના કારણે વાળ મુલાયમ થઇ જશે.
એક ચમચી બેકિંગ સોડામાં થોડુ પાણી મેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. તેને ઓછામાં ઓછી ત્રણ મિટી સુધી રાખો. બેકિંગ સોડાની પેસ્ટ વાળમાં લગાવાથી તમને ખોડામાંથી રાહત મળી શકે છે.
રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા.એ સિવાય ગ્લીસરિન અને ગુલાબજળને રોજ વાળના મૂળમાં લગાવવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
