Skin Care/ આ એક વસ્તુના ઉપયોગથી ચહેરો ચમકશે મિનિટોમાં

દરરોજ પ્રદૂષણ અને કેમિકલયુક્ત પદાર્થોના ઉપયોગના કારણે ચહેરાની કુદરતી ચમક ખોવાઈ જાય છે અને ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે, તમારા રસોડામાં એક એવી વસ્તુ છે જે તમારી ત્વચાને ખૂબ જ સુંદર અને ચમકદાર બનાવી શકે છે. આ વસ્તુ કાંઈ નહિ પણ કાકડી છે.

Fashion & Beauty Lifestyle
ચેહરો

દરેક છોકરી તેના ચહેરા પર કુદરતી ચમક જોવા માંગે છે અને લોકો તેને નેચરલ બ્યૂટી પણ કહે છે. દરરોજ પ્રદૂષણ અને કેમિકલયુક્ત પદાર્થોના ઉપયોગના કારણે ચહેરાની કુદરતી ચમક ખોવાઈ જાય છે અને ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે, તમારા રસોડામાં એક એવી વસ્તુ છે જે તમારી ત્વચાને ખૂબ જ સુંદર અને ચમકદાર બનાવી શકે છે. આ વસ્તુ કાંઈ નહિ પણ કાકડી છે.

કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો તેમજ વિટામીન A અને C હોય છે. ચહેરાને ઠંડક આપવા ઉપરાંત, તે તેને અંદરથી મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તમે તેને સીધા ચહેરા પર લગાવી શકો છો અને તેનો ફેસ પેક અથવા ફેસ માસ્ક બનાવીને પણ લગાવી શકો છો.

ચહેરો

કાકડીનો ફેસ પેક

એલોવેરા અને કાકડી
એક ચમચી એલોવેરા જેલમાં કાકડીના થોડા ટુકડા છીણીને નાખો. બંનેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ અને કાકડી
2 ચમચી ચણાના લોટમાં 2-3 ચમચી કાકડીનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવ્યા બાદ ચહેરો ધોઈ લો. આ માસ્ક ચહેરા પર ચમક લાવે છે

દહીં અને કાકડી
ચોથા ભાગની કાકડીને છીણીને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. આ ફેસ પેકને 15 મિનિટ સુધી ચહેરા પર રાખ્યા બાદ ધોઈ લો. સંવેદનશીલ ત્વચા માટે આ શ્રેષ્ઠ ફેસ માસ્ક છે.