Not Set/ ટેસ્ટી અને મસાલેદાર અળુની ભાજી, આજે તમારા ઘરે બનાવો

એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ, આદૂ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીંબુનો રસ અને અજમો મેળવી ઉંચા તાપ પર 1 મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.

Food Lifestyle

સામગ્રી

1 1/2  કપ છોલેલા અળુના ગોળ ટુકડા
1  ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ
1/2  ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/2  ટીસ્પૂન લીંબુનો રસ
1/2  ટીસ્પૂન અજમો
1 ટીસ્પૂન તેલ
2  ટેબલસ્પૂન દૂધ
1  ટેબલસ્પૂન તાજું ક્રીમ
મીઠું  (સ્વાદાનુસાર)

મિક્સ કરીને મસાલા દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે
2  ટેબલસ્પૂન ઘટ્ટ દહીં
1  ટીસ્પૂન ચણાનો લોટ
2  ટીસ્પૂન સમારેલી કોથમીર
1/2  ટીસ્પૂન મરચાં પાવડર
1/2  ટીસ્પૂન ગરમ મસાલો
1/4  ટીસ્પૂન આમચૂર
1  ટીસ્પૂન તેલ

સજાવવા માટે
2 ટીસ્પૂન સમારેલી કોથમીર

બનાવવાની રીત

એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તેલ, આદૂ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લીંબુનો રસ અને અજમો મેળવી ઉંચા તાપ પર 1 મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.

તે પછી તેમાં તૈયાર કરેલો મસાલો, અળુના ટુકડા, દૂધ, તાજું ક્રીમ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર 9 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી માઇક્રોવેવ કરી લો.

કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.