બિહારના ઔરંગાબાદ જિલ્લામાં છઠ પૂજા દરમિયાન નાસભાગમાં બે બાળકોનાં મોત નીપજ્ય છે જયારે આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. અહેવાલો મુજબ આ ઘટના દેવ બ્લોકના મુખ્ય મથક સૂર્યકુંડ નજીક બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. છઠની સાંજ દરમિયાન દેવમાં યોજાયેલા મેળામાં આ નાસભાગ મચી જવાથી લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા અને 2 નિર્દોષ બાળકોનાં મોત નીપજ્યાં હતાં.
આપને જણાવી દઇએ કે દર વર્ષે દેવ મેળામાં મોટી સંખ્યામાં ભીડ રહે છે. નાસભાગ મચી જવાના કારણોની જાણકારી હજી મળી નથી, પરંતુ એવું કહેવાય છે કે લોકોએ એકબીજાને ભાગતા જોતા જ તેઓ કાંઈ જાણ્યા વગર ભાગવા લાગ્યા. જેના કારણે મેળા વિસ્તારમાં અરાજકતા જોવા મળી હતી. નાસભાગની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રને લાંબો સમય લાગ્યો હતો. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોની ચોક્કસ માહિતી પણ મળી નથી.
Bihar: Two dead after a stampede broke out during #chhathpuja at a ghat in Aurangabad yesterday pic.twitter.com/EmDjkvhRrR
— ANI (@ANI) November 3, 2019
આપને જણાવી દઇએ કે છઠ મેળાઓમાં અવારનવાર મોટી ભીડ રહે છે અને સિસ્ટમ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વહીવટી તંત્ર ખાસ વ્યવસ્થા કરે છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે દર વર્ષે વિશાળ ભીડને આકર્ષનારા મેળામાં, પરિસ્થિતિ કેવી રીતે બેકાબૂ બને છે કે 2 નિર્દોષ બાળકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનામાં ઘાયલોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે, કારણ કે તેમના વિશેની સચોટ માહિતી હજી સુધી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
