Relationship Tips/ શું સેક્સ લાઇફ ડિસ્ટર્બ છે? હટાવીદો આ વસ્તુંઓ બેડરૂમમાંથી અને જોવો પછી……

આજ કાલનાં ટેન્શન યુક્ત સમયમાં અને બીજી અનેક સમસ્યા વચ્ચે જો સેક્સ લાઇફને માણસ તંદુરસ્ત બનાવી રાખવામાં સક્ષમ રહે તો ઘણી સમસ્યા આપો આપ ઉકેલાય…

Lifestyle Relationships
સેક્સ

એક ઉંમર પછી કુદરતે મનુષ્યને જાતી સુખ માણવાની સુવિધા આપી છે. અને તેની પાછળ અનેક સાયન્ટીફિક કારણો પણ છે. એક ઉંમર પછી વ્યક્તિ, તે સ્ત્રી હોય કે, પુરૂષ વ્યાયામ કરવાની નિયમીતતા ચૂકી જ જાય છે. કુદરત દ્વારા શરીરને લચીલું રાખવા માટેની વ્યાવસ્થા કરવામાં આવી જ છે. પરંતુ આજ કાલનાં ટેન્શન યુક્ત સમયમાં અને બીજી અનેક સમસ્યા વચ્ચે જો સેક્સ લાઇફને માણસ તંદુરસ્ત બનાવી રાખવામાં સક્ષમ રહે તો ઘણી સમસ્યા આપો આપ ઉકેલાય જાય છે. સેક્સ લાઇફ ડિસ્ટર્બ થવાનાં અનેક કારણો છે, પરંતુ તમારો બાડરૂમ પણ જો યોગ્ય ન હોય તો આવુ થઇ શકે છે.

આ પણ વાંચો :ડોક્ટરની સલાહ- Omicron થી બચવા માંગો છો તો પહેરો આ પ્રકારનાં Mask

જે વ્યક્તિ પોતાના બેડરૂમમાં ખુશ નથી રહી શકતો તે પોતાની જિંદગીમાં પણ ખુશ નથી રહી શકતો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં અમુક વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઇએ તેનાથી તમારી સેક્સ લાઇફ પર અસર પડી શકે છે.

બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારે બારીની સામે ન રાખો અને બેડરૂમમાં ફર્નીચર ધનુષાકાર, વૃત્તાકાર ન હોવું જોઈએ. નહીં તો ઘરના સભ્યોના સ્વાસ્થય પર અસર થશે.

પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોઢું રાખીને સુવુએ લાભદાયક હોય છે. દક્ષિણ તરફ મોઢું રાખીને ન સુવુ જોઈએ.

બેડરૂમમાં લવ બર્ડની જોડી રાખો, ફેંગશુઈ અનુસાર દામ્પત્ય જીવન સુખમય બનાવવા માટે લવ બર્ડ, મેંડરેન ડક જેવા પક્ષીઓ પ્રેમનું પ્રતિક છે. જેથી આવી નાનીનાની મુર્તિઓ બેડરૂમમાં રાખો.

બેડરૂમમાં પતિ-પત્નીના રૂપમાં 2 સુંદર સુશોભીત કુંડા રાખો. બેડરૂમમાં પાણીની તસ્વીરવાળી પેટિંગ ન લગાવો. તેની જગ્યાએ રોમેન્ટિક કલાકૃતિ અથવા લવ બર્ડસની તસવીરો લગાવો.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે સિરામિક પોર્ટમાં લાલ રંગની મીણબતી પ્રગટાવો. થોડા દિવસોમાં જ ગેર સમજણો દુર થશે.

બેડરૂમમાં બારી હોવી જરૂરી છે. ક્યારેય મુખ્ય દ્વાર તરફ પગ રાખીને ન સુવુ જોઈએ. અને પલંગ સામે ક્યારેય અરીસો ન હોવો જોઈએ.

આ પણ વાંચો :પીરાન્હા માછલીએ બીચ પર મચાવ્યો આતંક 4 લોકોનાં મોત 20 ઘાયલ,જાણો વિગત

આ પણ વાંચો :શિયાળામાં ડ્રાય ચહેરાને આ રીતે કરો મોઈશ્ચરાઇઝર

આ પણ વાંચો :આ વસ્તુનો ઉપયોગ કરવાથી જંતુનાશક દવાઓ પાછળ થતા ખર્ચને અટકાવી શકાય છે