મુંબઈના પ્રખ્યાત આર કે સ્ટુડિયોમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગ ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર માટે બનાવેલા સેટ પર લાગતાં સ્ટુડિયોને ભારે નુકસાન થયું છે.

આ ઘટના બાદ રિષી કપૂર, રણવીર કપૂર સહિતના પરિવારજનોએ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી.

રિષી કપૂરે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. રિષી કપૂરે ટ્વિટ કરી લખ્યું હતુ કે આગના કારણે આર કે સ્ટુડિયોની કેટલીક યાદોનો નાશ થઈ ગયો છે.

આર કે સ્ટુડિયોમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ હતી.


રિષી કપૂરે કોઈ જાનહાનિ ન થઈ તે વાતને સદનસીબ ગણાવી હતી.

