એક વ્યક્તિ સવારે ઉઠે ત્યારે તેના કાનમાં ભારે દુખાવો થતો હતો અને જ્યારે તે ડૉક્ટર પાસે ચેકઅપ માટે ગયો ત્યારે ડૉક્ટરે કાનની અંદર જે જોયું તે આશ્ચર્યજનક તેમજ ડરામણું પણ હતું. આ કેસ ચીનનો છે જ્યાં ડોકટરે વ્યક્તિનાં કાનમાંથી એક કે બે નહીં પરંતુ 10 વંદા કાઠ્યા. ડૉકટરો પણ સમજી શકતા નથી કે કાનની અંદર વંદા કેવી રીતે આવી શકે છે. આ દર્દીની ઓળખ 24 વર્ષીય લિવ તરીકે કરવામાં આવી છે. આ શખ્સને કાનમાં દુખાવો થતા તેણે તેના ઘરનાં સભ્યને ફ્લેશલાઇટ કરી કાનની અંદર જોવાનું કહ્યું.

લિવનાં પરિવારનાં સભ્યએ જોયું કે તેના કાનની અંદર કંઇક ફરી રહ્યું છે અને તેના કારણે તેને કાનમાં પીડા સાથે ખંજવાળ આવી રહી હતી. ત્યારબાદ લિવને ડૉક્ટર ઝોંગ યિજિન પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટર ઝોંગે કહ્યું, ‘લિવે મને કહ્યું કે તેના કાનમાં એક વિચિત્ર દુખાવો થઇ રહ્યો છે અને તેને દરેક સમયે લાગે છે કે કંઈક અંદર ફરી રહ્યું છે અથવા કંઇક ખંજવાળી રહ્યુ છે. જેના કારણે તેને ઘણી તકલીફો પડી રહી છે. ‘સાન્હે હોસ્પિટલનાં ઇએનટી વિશેષજ્ઞ યેજિને જણાવ્યું હતું કે ચેકઅપ દરમિયાન સામે આવ્યુ કે લિવનાં કાનની અંદર વંદાનાં 10 બાળકો હતા અને બધા આમ-તેમ ફરી રહ્યા હતા.

એક ટૂલની મદદથી, વંદાનાં બાળકોને દૂર કરવામાં આવ્યા અને પછી એક મોટો વંદો અંદર દેખાયો. ડૉક્ટર મુજબ સંભવતઃ આ બાળકોની માતા હતી અને બાદમાં તેને અંદરથી બહાર કાઠવામાં આવી હતી. ત્યારબાદ લિવને કેટલીક દવાઓ આપવામાં આવી હતી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડૉક્ટર યિજિને કહ્યું કે લિવ હંમેશાં તેના પલંગની પાસે ખાવાનું છોડતો હતો અને આ કારણે તેને આ સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે ડૉક્ટર હજુ સુધી તે વાતની તપાસ કરી શક્યા નથી કે લિવનાં કાનમાં વંદો કેવી રીતે રહી શક્યો હતો.

ગત વર્ષે અમેરિકાનાં ફ્લોરિડામાં પણ આવી જ ઘટના બની હતી. વંદો અહીં નવ દિવસ સુધી મહિલાનાં કાનની અંદર રહ્યો હતો. આ મહિલાનું નામ કેટી હોલી છે અને એક રાત્રે તેને ખ્યાલ આવી ગયો કે તેના નાકમાં કંઇક અટકી ગયું છે. પછી તેણીએ જે જોયું તેનાથી તે ખૂબ જ ડરી ગઇ હતી. આ વાત જ્યારે તેણે તેના પતિને કરી તો તેના પતિએ જોયુ અને બાદમાં ખબર પડી કે તેના નાકની અંદર આખો વંદો અટકી ગયો છે. ત્યારબાદ ડૉક્ટરની પાસે તેઓ ગયા અને ડૉક્ટરે વંદાને બે ભાગમાં કાપી નાક અને કાનમાંથી બહાર કાઠ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
