ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જે વિસ્તારના લોકો કેસરિયા રંગના જે ભવનના દરવાજાની બહાર પૂજા કરી રહ્યા હતા, તે ભવન મંદિરને બદલે શૌચાલય નીકળું.
હમીરપુર જિલ્લાના મૌદડાના રહેવાસીઓએ એક વર્ષ કરતા વધુ સમયથી ભવનના બંધ દરવાજાની બહાર પૂજા-અર્ચના કરતા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે ભવનની અંદર કોઈ દેવતાની સ્થાપના છે કે નહીં તે કોઈને ખબર પણ નહોતી. સ્થાનિક રહેવાસી રાકેશ ચંદેલએ જણાવ્યું હતું કે, ‘આ ભવન કમ્યુનિટી હેલ્થ સેન્ટરના પ્રાંગણમાં આવેલી છે, તે કેસરિયા રંગમાં રંગાયાની સાથે સાથે મંદિરનું બનાવામાં આવ્યું હતું. આને કારણે લોકો તેને એક મંદિર માનતા હતા અને કોઈએ પણ તેની પુષ્ટિ કરવી જરૂરી માન્યું ન હતું. તાજેતરમાં, એક અધિકારીએ અમને જણાવ્યું કે મકાન ખરેખર શૌચાલય છે.
ભવનના કેસરી રંગથી મૂંઝવણ સર્જાઈ હતી
તેમણે કહ્યું કે ભવનના કેસરી રંગથી મૂંઝવણ સર્જાઈ હતી. હવે તે ભવનને ગુલાબી રંગ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શૌચાલયના ઉદ્ઘાટનને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ તે તાળું મરાયેલ રહ્યું. મૌદડા નગર પંચાયતના પ્રમુખ રામ કિશોરે જણાવ્યું હતું કે ‘આ જાહેર શૌચાલય લગભગ એક વર્ષ પહેલા નગર પાલિકા પરિષદ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને કોન્ટ્રાકટરે તેને કેસરી રંગ કર્યો હતો. કેસરી રંગે તેને મંદિર માનવા માટે લોકોમાં મૂંઝવણ ઉભી કરી હતી.
શૌચાલય હજી શરૂ થયું નથી,
જો કે, ભવનનો રંગ બદલાઈ ગયો છે, પરંતુ શૌચાલય હજી શરૂ થયું નથી અને અધિકારીઓ તેની સામે આક્ષેપોની રમત રમી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત યોજના અંતર્ગત બનાવવામાં આવેલા શૌચાલયોને કેસરીયા રંગમાં રંગવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
