ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘુસણખોરોને રજૂ કર્યા છે. લેફ્ટનન્ટ કેજેએસ ધીલ્લોન એ કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં આતંક ફેલાવી રહ્યું છે.
સૈન્યએ પકડેલા પાકિસ્તાનના બે આતંકવાદીઓનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતા. આ વીડિયોમાં આતંકીઓની કબૂલાત બતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સેનાએ કાશ્મીરથી લશ્કરના બે આતંકીઓને પકડ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધીલ્લોન એ જણાવ્યુ હતું કે, પાકિસ્તાન ખીણની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન મહત્તમ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 21 ઓગસ્ટે અમે બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. આ બંને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.
Lt General KJS Dhillon: Pakistan is desperate to infiltrate maximum terrorists into the Kashmir valley to disrupt peace in the Valley. On August 21,we apprehended two Pakistani nationals who are associated with Lashkar-e-Taiba. pic.twitter.com/wMIHDLkHip
— ANI (@ANI) September 4, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
