કરીના કપૂર ખાન અને આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જી હા, આમિર ખાનના ફર્સ્ટ લુક બાદ ફિલ્મ સેટ પરથી કરીના કપૂરનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ ફોટોમાં કરીના એકદમ દેશી અવતારમાં જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, થ્રી ઇડિયટ્સ અને તલાશ ફિલ્મ પછી ફરી એકવાર કરીના અને આમિરને જોવામાં ખૂબ આનંદ થશે.
રિપોર્ટ અનુસાર હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં થઈ રહ્યું છે. કરીના કપૂરનો દેશી લુક ફિલ્મના સેટ પરથી બહાર આવ્યો છે. આ લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર કરીનાનો આ દેશી અવતાર લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે.
https://www.instagram.com/p/B4pe4XTjK8y/?utm_source=ig_embed
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ફિલ્મના સેટના કરીનાના ફોટામાં કરીનાએ સિમ્પલ પિંક અને વ્હાઇટ કલરનો સૂટ પહેર્યો છે. આ ફિલ્મમાં આમિરના પ્રેમી તરીકે કરીના કપૂર ખાન છે. આ ફિલ્મમાં કરીનાની ભૂમિકા એકદમ મહત્વની છે.
લાલ સિંહ ચડ્ડા 2020 માં રિલીઝ થશે
આમિર અને કરીના આ ફિલ્મમાં 2012 ની ફિલ્મ તલાશના લાંબા સમય પછી જોવા મળશે. જેમ તમે જાણો છો, આ સિવાય આમિર અને કરીનાની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં પણ બંનેની જોડી સારી પસંદ આવી હતી. જણાવી દઈએ કે કરીના અને આમિરની લાલ સિંહ ચડ્ડા ત્રીજી ફિલ્મ હશે. અદ્વૈત ચંદન તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ વાયાકોમ 18 સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે નાતાલના પ્રસંગે રિલીઝ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
