Not Set/ ભાવનગરમાંથી 300 કિલો ગાંજો અને બનાસમાંથી 106 ડોડા પોલીસ રેડમાં જપ્ત

ભાવનગર: 300 કિલો ગાંજો ઝડપાયો મહુવા તાલુકાના મોણપર ગામની ઘટના ગાંજાની ખેતી થતી હોવાની મળી બાતમી બનાસકાંઠા SOGએ 106 કિલો પોષ ડોડા ઝપ્ત કર્યા લાખણીનો એક શખ્સ પોતાની દુકાનમાંથી વેપલો કરતો ઘરમાં પતરાનાં સેડમાં સ્ટોર કરતો નશીલા પદાર્થ પોલીસે મુદ્દા માલ કબજે કરી તપાસ હાથ ધરી ગુજરાતમાં આજકાલ માદક પદાર્થોનો વેપલો દિનદહાડે વધતો જતો હોવાનું […]

Top Stories Gujarat Others
  • ભાવનગર: 300 કિલો ગાંજો ઝડપાયો
  • મહુવા તાલુકાના મોણપર ગામની ઘટના
  • ગાંજાની ખેતી થતી હોવાની મળી બાતમી
  • બનાસકાંઠા SOGએ 106 કિલો પોષ ડોડા ઝપ્ત કર્યા
  • લાખણીનો એક શખ્સ પોતાની દુકાનમાંથી વેપલો કરતો
  • ઘરમાં પતરાનાં સેડમાં સ્ટોર કરતો નશીલા પદાર્થ
  • પોલીસે મુદ્દા માલ કબજે કરી તપાસ હાથ ધરી

ગુજરાતમાં આજકાલ માદક પદાર્થોનો વેપલો દિનદહાડે વધતો જતો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છતા રોજરોજ દુરૂની ખેપો અને જથ્થો અવાર નવાર મળતો રહે છે. ત્ચારે હાલનાં થોડા સમયથી આ બદીમાં નશીલા પદાર્થો પણ સામેલ થયા છે. ખાસ કરીને આ પદાર્થો સરહદ પારથી મોકલાતા હોવાના રિપોર્ટ વારંવાર સામે આવે છે. ત્યારે આજે ફરી ગુજરાતની બે અલગ અલગ જગ્યાએ પોલીસ રેડમાં આવા જ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે.

ભાવનગરનાં મહુવામાં ગાંજાની ખેતી થતી હોવાની માહિતી પોલીસને સાંપડતા, પોલીસ દ્વારા ભાવનગરનાં મહુવા તાલુકાનાં મોણપર ગામમાં પોલીસ દ્વારા રેડ કરવાામાં આવતા પોલીસ ખુદ પણ ચોકી ઉઠી હતી. પોલીસ દ્વારા મોણપરનાં સંજય પ્રજાપતિ નામનાં શખ્સ દ્વારા કરવામાં આવતી ખેતીની જગ્યાએ ઝડતી લેવામાં આવતા 300 કીલો જેટલા માતબર જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ નશીલા પદાર્થનાં જથ્થાને સીલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા એસઓજી પોલીસે લાખણીમાંથી એક વ્યક્તિ પોતાની દુકાનમાં પોષડોડાનું વેચાણ કરી રહ્યાની માહિતી આધારે રેડ કરી હતી. જ્યાં પહોંચી કડક તપાસ કરતાં આરોપી પાસેથી અન્ય બે વ્યક્તિઓના નામો ખુલ્યા હતા. જેમાં મુખ્ય આરોપીના ઘરે બનાવેલ પતરાંના શેડમાંથી 106 કિલો નશાકારક પોષ ડોડા સહિત 3.28 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જોકે, એકની અટકાયત કરી હતી, જ્યારે અન્ય બે નાસી છૂટ્યા હતા. આ બાબતે પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા તમામ માલને ઝાપ્તામાં લઇ આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય તથા પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી દ્વારા સરહદી વિભાગ ભુજ- કચ્છના માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો શોધી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ ખાસ સુચના બાદ જેના અમલીકરણથી પોલીસ દ્વારા વિવિધ જગ્યા પર રેડ કરવામાં આવતા આ માદક પદાર્થો હાથ લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન