પાકિસ્તાન સતત ભારતીય સીમા પર તેની નાપાક હરકતોનું પુનરાવર્તન કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પણ બુધવારે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની કાર્યવાહીનો સંપૂર્ણ જોરશોરથી જવાબ આપ્યો છે.
રાજૌરી માં સીઝફાયર ભંગ
પૂંછ જિલ્લામાં ફાયરીંગ
આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાન પોતાની નાપાક હરકતોનું સીમા પર પ્રદર્શન કરી ચુક્યું છે. પાકિસ્તાન દ્વારા મંગળવારે બપોરે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પૂંછ જિલ્લામાં બપોરે 3 વાગ્યાની આસપાસ યુદ્ધ વિરામના ઉલ્લંઘન શરૂ થયા હતા અને લગભગ 7 વાગ્યા સુધી ચાલુ રહ્યા હતા.
બાંદીપોરામાં પણ એન્કાઉન્ટર
જમ્મુ કાશ્મીરમાંથી કલમ37૦ ની નાબુદી કરવામાં આવી ત્યારથી પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ સતત ચાલુ રાખ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગના યોગ્ય જવાબ આપ્યા છે. આ અગાઉ બાંદીપોરામાં સોમવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો. બાંદીપોરાના લવાદુરા વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ બાદ, સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે બીજો આતંકવાદી સવારે માર્યો ગયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો અને ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં બે નાગરિકો પણ ઘાયલ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
