Not Set/ નીતિ આયોગે રાજ્યોની હેલ્થ સેવાઓનો જાહેર કર્યો રિપોર્ટ, કેરલ સૌથી ટોચ પર

દિલ્લી, નીતિ આયોગ દ્વારા દેશભરના રાજ્યોની સ્વાસ્થ્ય સેવાઓમાં થઇ રહેલા સુધારાને લઇ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આયોગના CEO અભિતાભ કાંત દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, પૂર્વોત્તર રાજ્ય ઝારખંડની હેલ્થ ઇન્ડેક્સમાં સૌથી વધુ સુધારો થયો છે. હેલ્થ ઇન્ડેક્સમાં સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્યોમાં કેરલ સૌથી ટોચ પર છે જયારે પંજાબ બીજા, તમિલનાડુ ત્રીજા અને ગુજરાત […]

Top Stories

દિલ્લી,

નીતિ આયોગ દ્વારા દેશભરના રાજ્યોની સ્વાસ્થ્ય સેવાઓમાં થઇ રહેલા સુધારાને લઇ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આયોગના CEO અભિતાભ કાંત દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, પૂર્વોત્તર રાજ્ય ઝારખંડની હેલ્થ ઇન્ડેક્સમાં સૌથી વધુ સુધારો થયો છે. હેલ્થ ઇન્ડેક્સમાં સૌથી સારું પ્રદર્શન કરનારા રાજ્યોમાં કેરલ સૌથી ટોચ પર છે જયારે પંજાબ બીજા, તમિલનાડુ ત્રીજા અને ગુજરાત ચોથા ક્રમ પર આવ્યું છે. જયારે ત્રણ નાના રાજ્યો મિઝોરમ, મણિપુર અને મેઘાલયમાં હેલ્થ સેવામાં સૌથી અવ્વલ છે.

નીતિ આયોગમાં રજૂ કરાયેલા આંકાડા મુજબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોએ સ્વાસ્થ્ય સેવાઓમાં સૌથી નબળું પ્રદર્શન કર્યું છે. ઇન્ડેક્સ મુજબ, મોટા રાજ્યોમાં ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશ વાર્ષિક વધતી કામગીરીના સંદર્ભના સુધારામાં ટોચના ત્રણ ક્રમનાં રાજ્યો છે.

નીતિ આયોગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતે છેલ્લા બે દાયકામાં ઘણી આર્થિક પ્રગતિ કરી છે. પરંતુ સ્વાસ્થ્યની સેવામાં જરૂરી સુધારો થઇ શક્યો નથી. ભારતમાં સરેરાશ વય, બાળ મૃત્યુદર અને જન્મદરમાં સુધારો થયો છે. પરંતુ આ તમામ જરૂરી સંકેતો બાદ પણ સંતોષકારક પરિણામ સામે આવ્યું નથી. ભારત દુનિયાના બીજા દેશોની સમક્ષ ઘણું પાછળ છે.

આ માપદંડો પર તૈયાર થાય છે રિપોર્ટ,

નીતિ આયોગ દ્વારા રાજ્યોની હેલ્થ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે ઘણા માપદંડનોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. બાળ મૃત્યુદર, નવજાત બાળકોનું વજન, જન્મ સમયે લિંગ, ટીકાકરણ, પ્રસૂતિ, ટીબીના દર્દીની સૂચનાઓ દર, દર્દીઓની સારવાર,  આરોગ્ય ક્ષેત્રે નિયુક્ત કર્મચારીઓની સ્થિતિ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા ઘણા પ્રમાણભૂત માપદંડ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે.