Not Set/ જમ્મુ-કાશ્મીર: હિમસ્ખલન થતા સેનાના ત્રણ જવાનો શહિદ, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ

શ્રીનગર, તા.૦૩ જમ્મુ-કાશ્મીરના ઉત્તરમાં આવેલ કુપવાડા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હિમસ્ખલનની ઘટના સામે આવી હતી. માછિલ સેક્ટર સ્થિત આર્મી પોસ્ટ આ હિસ્મખલનનો ભોગ બની છે જેના કારણે ત્રણ જવાનો શહિદ થયા છે,જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, એલઓસી નજીક માછિલ સેક્ટરમાં આર્મી પોસ્ટ નજીક હિમસ્ખલન થયુ હતું. […]

India

શ્રીનગર, તા.૦૩

જમ્મુ-કાશ્મીરના ઉત્તરમાં આવેલ કુપવાડા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે હિમસ્ખલનની ઘટના સામે આવી હતી. માછિલ સેક્ટર સ્થિત આર્મી પોસ્ટ આ હિસ્મખલનનો ભોગ બની છે જેના કારણે ત્રણ જવાનો શહિદ થયા છે,જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, એલઓસી નજીક માછિલ સેક્ટરમાં આર્મી પોસ્ટ નજીક હિમસ્ખલન થયુ હતું. જેના કારણે ત્યાં આવેલ સેનાની પોસ્ટ ૨૧ રાજપૂત રેજિમેન્ટ તેનો ભોગ બની હતી.

અધિકારીએ વધુમાં જણાવ્યુ હતું કે આ હિમસ્ખલનના કારણે ૪ જવાનો બરફમાં દટાયા હતા. જેના કારણે સેનાએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું. ગણતરીની મિનિટોમાં ચારેય જવાનોને બરફ નીચેથી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક જવાનનુ મોત ઘટના સ્થળે જ થઈ ગયુ હતું. જ્યારે અન્ય ત્રણ જવાનોને સારવાર અર્થે શ્રીનગર સ્થિત ૯૨ બેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ બે જવાનોના મોત થયા છે. જ્યારે બિપીન નામના એક જવાનની સ્થિતિ હજી અત્યંત ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.

અધિકારીના જણાવ્યા મુજબ શહિદ થયેલ ત્રણેય જવાનોની ઓળખ કરી લેવાઈ છે. જેમના નામ હવલદાર કમલેશકુમાર, સેના નાયક બલવીરસિંહ અને રાજેન્દ્રસિંહ છે. સેના દ્વારા રાજકીય સમ્માન સાથે આ જવાનોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે તેમના માદરે વતન મોકલી આપવામાં આવ્યા છે.