Not Set/ મોદી સરકાર બાળકો પર અત્યાચાર કરી રહી છે, શરમ નથી આવતી આ લોકોને : અસદુદ્દીન ઓવૈસી

સંસદમાં નાગરિકતા સુધારા અધિનિયમને લઇને હંગામો ચાલી રહ્યો છે, જો કે આ અપેક્ષા પહેલા જ હતી. સંસદનાં બન્ને સદનોમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. હોબાળો થતાં બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ એઆઈએમઆઈએમનાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો, ‘અમે જામિયાનાં તમામ બાળકો […]

Top Stories India

સંસદમાં નાગરિકતા સુધારા અધિનિયમને લઇને હંગામો ચાલી રહ્યો છે, જો કે આ અપેક્ષા પહેલા જ હતી. સંસદનાં બન્ને સદનોમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. હોબાળો થતાં બંને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ એઆઈએમઆઈએમનાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો, ‘અમે જામિયાનાં તમામ બાળકો સાથે છીએ. આ શાસન બાળકો પર દમન કરી રહ્યું છે. તેઓ જાણે છે કે બાળક તેની આંખ ગુમાવી ચુક્યો છે. દીકરીઓને મારી રહ્યા છે, શરમ નથી આવતી, બાળકોને મારી રહેયા છે, ગોળીઓ ચલાવી રહ્યા છે.’

લોકસભાનાં પ્રશ્નકાળ દરમિયાન માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક સવાલોનાં જવાબ આપી રહ્યા હતા, ત્યારે અસદુદ્દીન ઓવૈસી ઉભા થયા અને કહ્યું – “.. હું સરકારને કહેવા માંગુ છું કે અમે જામિયાનાં બાળકો સાથે છીએ.” આ સરકાર બાળકો ઉપર દમન કરી રહી છે.’ છેલ્લા કેટલાક દિવસોમાં જામિયા વિસ્તારમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના બની છે. 31 જાન્યુઆરીએ, વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારા કાયદાનાં વિરોધમાં માર્ચ પર જઇ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ હવામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક જામિયા વિદ્યાર્થી ઘાયલ થયો હતો.

સોમવારે લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ દિલ્હીનાં જામિયા અને શાહીન બાગમાં ફાયરિંગનો મુદ્દો ઉઠાવતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કહ્યું હતું કે- “ગોળી મારવાનું બંધ કરો, દેશ તોડવાનું બંધ કરો.” છેલ્લા એક અઠવાડિયા દરમિયાન શાહીન બાગ અને તેની આસપાસનાં ફાયરિંગનાં ત્રણ બનાવો બન્યા છે. અનુરાગ ઠાકુરે લોકસભામાં જેવુ બોલવાનું શરૂ કર્યુ, વિરોધી પક્ષોનાં સાંસદોએ હોબાળો મચાવી દીધો. સાંસદોએ ‘ગોલી મંત્રી ગો બૈક’ નાં નારા લગાવવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.