Not Set/ રાજસ્થાન : પેટા ચુંટણીમાં મળેલી હાર અંગે કોંગેસના આ નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ

રાજસ્થાનમાં યોજાયેલી પેટા ચુંટણીમાં કોંગેસની થયેલી શાનદાર જીત બાદ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. બીજેપી હાર અંગે PM મોદી પર કટાક્ષ કરતા તેઓએ જણાવ્યું, “પીએમ મોદી સમાર્ટ છે. તેઓ જાણતા હતા કે રાજસ્થાનમાં ભાજપની હાર થવાની છે. જેથી તેઓ ચૂંટણી પ્રચારથી અળગા રહ્યા”. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પહેલા BJPના […]

India
Sachin pilot and PM Modi રાજસ્થાન : પેટા ચુંટણીમાં મળેલી હાર અંગે કોંગેસના આ નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ

રાજસ્થાનમાં યોજાયેલી પેટા ચુંટણીમાં કોંગેસની થયેલી શાનદાર જીત બાદ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. બીજેપી હાર અંગે PM મોદી પર કટાક્ષ કરતા તેઓએ જણાવ્યું, “પીએમ મોદી સમાર્ટ છે. તેઓ જાણતા હતા કે રાજસ્થાનમાં ભાજપની હાર થવાની છે. જેથી તેઓ ચૂંટણી પ્રચારથી અળગા રહ્યા”. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પહેલા BJPના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ શામિલ કરવામાં આવ્યું હતું પણ તેઓ અ ચુંટણીના પ્રચારમાં જોડાયા ન હતા.

સચિન પાયલોટે ચુંટણીના પ્રચાર અંગે નિશાન સાધતા જણાવ્યું હતું કે, “પીએમ મોદી કે અમિત શાહે ચૂંટણી પ્રચાર કે રેલીને પણ સંબોધી નથી. કેમ કે તેમને ખ્યાલ આવી ગયો હતો કે રાજસ્થાનની બે લોકસભા અને એક વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ હારી રહ્યું છે.

મહત્વનું છે કે, રાજસ્થાનમાં અલવર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કરણસિંહ યાદવે ભાજપના ઉમેદવાર જસવંતસિંહને ૧.૫૬ લાખથી વધુ મતથી હાર આપી હતી જયારે અજમેર બેઠક પર કોંગ્રેસના રધુ શર્માએ  જીત મેળવી હતી. આ ઉપરાંત માંડલગઢ વિધાનસભા બેઠક પક કોંગ્રેસના વિવેક ધાકડેએ જીત મેળવી છે.