ગુજરાતભરમાં જ્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયેલું છે અને જગનો તાત બેહાલ જોવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના CM વિજય રૂપાણી દ્વારા કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવાની સૂચના કૃષિ વિભાગને આપી દેવામાં આવી હતી. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે 700 કરોડ નું પેકેજ જાહેર કર્યુ છે. કેબિનેટની બેઠક બાદ પ્રેસ કૉન્ફરન્સમાં નીતિન પટેલે આ જાહેરાત કરી હતી.
નીતિન પટેલે જણાવ્યું કે જે ખેડૂતોને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે, તેમને કેન્દ્ર સરકાર સહાય આપશે. રાજ્યમાં આવા 2 લાખથી વધુ ખેડૂતો છે જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું છે. કુલ મળીને રાજ્યના 4 લાખ જેટલા ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે. જે ખેડૂતની જમીન પિયતવાળી હશે, તેમને એક હેક્ટર દીઠ 13,500ની સહાય ચૂકવાશે. જ્યારે બિન પિયતવાળી જમીન ધરાવતા ખેડૂતને એક હેક્ટર દીઠ 6 હજાર 800ની સહાય ચૂકવાશે. સર્વેની કામગીરી પૂરી થયા બાદ કલેક્ટર ઓફિસ અથવા RTGS થકી સહાય મળશે. નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે જો પાક લણાઈ ગયો હોય, પાક ખેતરમાં પડ્યો હોય કે ખડામાં પડ્યો હોય અને વરસાદના કારણે નુકસાન થયું હોય તો પણ સહાય મળશે.
નીતિન પટેલે કહ્યું કે લાંબા સમય સુધી વરસાદ પડતા પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યના જે કોઈ પણ જે ખેડૂતને નુકસાન થયું છે તેમને સહાય મળશે.
https://www.facebook.com/mantavyanews/videos/487006841914894/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
