સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાફેલ કેસમાં દાખલ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ કે.એમ. જોસેફની બેંચે 14 ડિસેમ્બર 2018 નાં રોજ આપેલા ચૂકાદાને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને આ મામલે એફઆઈઆરનો ઓર્ડર આપવાની કે તપાસ બેસાડવાની જરૂર જણાતી નથી.

સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદ ભાજપની પ્રતિક્રિયા આવી છે. ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે, સંસદનાં માર્ગથી રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ આ મુદ્દે દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સત્યની જીત થઇ. રાહુલ ગાંધી દેશમાં હોત તો રાષ્ટ્રની માફી માંગતા હોત.
BJP working president, JP Nadda: From road to Parliament, Rahul Gandhi and his party tried hard to mislead the country on this issue but truth prevailed. I wish Rahul Gandhi would be in country and should offer apologies to nation. (file pic) #RafaleVerdict pic.twitter.com/NPsFlTyckw
— ANI (@ANI) November 14, 2019
બીજી તરફ રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે રાફેલ કેસ પરની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરી તેને યોગ્ય બતાવ્યુ હતું, અને કિંમતની પ્રક્રિયા પણ તપાસવામાં આવી હતી જે સાચી હતી. સુપ્રીમ કોર્ટે પણ ઓફસેટની પ્રક્રિયાને સમર્થન આપ્યું છે. ભ્રષ્ટાચારમાં જેમના હાથ સંપૂર્ણપણે રંગાયા છે, જેઓ દેશની સુરક્ષા સાથે રમ્યા છે, તેઓ તેમના પ્રાયોજિત રાજકીય કાર્યક્રમ કોર્ટમાં ન્યાયને વિનંતી તરીકે રજૂ કરી રહ્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો આદર કરીએ છીએ. સુપ્રીમ કોર્ટનો આદેશ એ પુરાવો છે કે સરકારનો નિર્ણય સાચો હતો. તેમણે કહ્યું કે, રાફેલ ઉપર રાજકારણ ઉગ્રતાથી કરવામાં આવ્યું હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સરકારનાં નિર્ણય પર સંમતિ આપી દીધી છે.
Defence Minister Rajnath Singh: I welcome this judgement by Supreme Court and it is a vindication of our government's stand. The transparency of our govt's decision making has been given an approval by Supreme Court. #RafaleVerdict pic.twitter.com/LkalBZvVJb
— ANI (@ANI) November 14, 2019
આ મામલે વાયુસેનાનાં પૂર્વ વડા બી.એસ. ધનોઆનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, “જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગયા વર્ષે ડિસેમ્બરમાં આવ્યો હતો, ત્યારે મેં આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું, જેના પછી મારા પર રાજકારણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે હવે ખોટું સાબિત થયું છે.
BS Dhanoa, former chief of the Air Staff: I think we have been vindicated. In December 2018 I had issued a statement that Supreme Court has given a fine judgement and at that time some people said that I was being political, which was incorrect. #RafaleVerdict pic.twitter.com/pWZYOOpPTb
— ANI (@ANI) November 14, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
