ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમવાનો છે. ડે નાઈટ ટેસ્ટ ભારતમાં પહેલીવાર યોજવામાં આવે છે. મેચ જોવા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. બંગાળના ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રણેયને ટેસ્ટ મેચ જોવા માટે આમંત્રણ અપાયું છે. મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે.
હકીકતમાં, ઠંડા વાતાવરણ અને ઝાકળને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અને અને બંગાળ ક્રિકેટ એસોસિએશન એ મેચનો સમય નક્કી કરવાનો નિર્ણય લીધો છે. ભારત 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી બાંગ્લાદેશ સામે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ મેચના પહેલા દિવસે હસીન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એડન ગાર્ડન્સ સ્ટેડિયમની ઘંટડીઓ વગાડીને મેચની શરૂઆત કરશે.
Union Home Minister Amit Shah will attend India's first ever day-night Test along with Bangladesh PM Sheikh Hasina and West Bengal CM Mamata Banerjee on November 22.
Read @ANI Story | https://t.co/6COTIwRpIR pic.twitter.com/gF1OkUC4lD
— ANI Digital (@ani_digital) November 14, 2019
ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું હતું કે તેમની ટીમ તેમની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચને લઈને ઉત્સાહિત છે. તેમને લાગે છે કે આ ગુલાબી બોલ સાથે રમાઈ રહેલી મેચમાં ઝડપી બોલરોની મોટી ભૂમિકા રહેશે. આ સાથે જ બંગાળના લોકો પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સમાચાર અનુસાર 50,000 થી વધુ દર્શકો સ્ટેડિયમમાં પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ જોવા માટે જઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
