બોડેલીના યુવકને તેની જ ગાડીમાં ત્રણ અપહરણકારો અપહરણ કરી ઉઠાવી જવાનો બનાવ બનતા સમગ્ર બોડેલી સહિત આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. યુવકના જ મિત્રોએ અપહરણ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકના પિતા પાસે એક કરોડની ખંડણીની માંગ કરવામના અવી છે અને જો એ નહીં આપે તો યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
મળતી માહિતી અનુસાર બોડેલીનાં લાકડાના વેપારી તેમજ લક્ષ્મી પાર્ટી પ્લોટ ભાડે આપવા સહિતનો વેપાર કરતાં નારણભાઈ મિસ્ત્રીના પુત્ર દીપકભાઈ( ઉ.વ 24 ) ને અપહરણ કરી તેના પિતા નારણભાઈ પાસે રૂપિયા એક કરોડ ની માંગ કરી હતી
સમી સાંજે નારણ ભાઈ પોતાના ઘરે જમવા બેઠા હતા તે સમયે તેમની પર એક ફોન આવ્યો કે તમે એક કરોડ રૂપિયા લઈ હમણાં ને હમણાં આવી જાવ નહિ તો તમારા પુત્ર ને મારી નાખીસ છ એ છ બંધુકની ગોળી ઉતારી દઈસ તો નારણ ભાઈએ પોતાના પુત્ર નો જીવ બચાવવા એક કરોડ રૂપિયા આપી દઈસ તેમ જણાવ્યુ હતું પરંતુ હમણાં એક કરોડ રૂપિયા રાત્રે ક્યાથી લાવું એક કરોડ રૂપિયા કાલે બેન્ક માથી ઉઠાવીને આપી દઈસ તેમ જણાવ્યુ તો અપહરણકારોએ હમણાને હમણા જ જોઈએ તેમ કહી નારણભાઈના ઘરે જે સિલ્લક હતી તે લઈ પોતાની ઇનોવા ગાડીમાં અપહરણકારોના જણાવ્યા મુજબ બોડેલી નજીક આવેલ નર્મદાની કેનાલના રસ્તા પર ગયા હતા.
કેનાલ પર જતાં નારણ ભાઈને ઇનોવા ગાડી માથી ઉતરી ચાલતા ચાલતા પાછા જવા જણાવ્યુ અને તું આમ નહી કરે તો તારા પુત્ર ની આંગળી કાપી નાખીસ મારી નાખીસ તેવી ધમકી આપી હતી જેથી નારણભાઈ પોતાના પુત્ર નો જીવ બચાવવા અપહરણકારોના જણાવ્યા મુજબ કરતાં ગયા અપહરણકરો ઇનોવા ગાડીમાં તેમજ ગાડીમાં મુકેલ સિલ્લક લઈ ત્યાથી ફરાર થઈ ગયા હતા નારણ ભાઈએ ફરી અપહરકારો ને પુત્ર વિષે ફોન કરતાં જણાવ્યુ કે તારો છોકરાને કોસીન્દ્રા ના એસ્સાર પેટ્રોલ પંપ પાસે ના રસ્તા પાર ઉતારી દીધો છે તારા છોકરાને ત્યાથી લઈ આવ નારણ ભાઈ પોતાના નજીક ના મિત્રો ને લઈ એસ્સારના પેટ્રોલો પંપ પાસે પહોચ્યા હતા ત્યાં તેઓનો પુત્ર દિપક લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો
દીપકભાઈના પરિવાજનો પાસે એક કરોડ રૂપિયાની માંગ કરી હતી જેને લઈ પરિવાજનો ચિંતામાં મૂકાતા પોલીસ સંપર્ક કર્યો હતો જયારે દીપકભાઈનું અપહરણ કરી અપહરણકારો તેને રાજપીપળા રોડ પર કોસિન્દ્રા પાસે દીપકભાઈ અપહરણકારો માથાં ના શરીર ના ભાગે ગંભીર ઈજા કરી હતી પરિવારજનો દીપકભાઈ ને બોડેલી ખાનગી દવાખાને સારવાર અર્થે લાવ્યા હતા.
જ્યારે બોડેલી પોલીસ બહાર જવાના મુખ્ય માર્ગો બંધ કરાવતા અપહરણકારો પાસે ની ઈનોવા ગાડી બહાદરપુર પાસે થી મળી આવી હતી જ્યારે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ અપહરણકારો ની શોધખોળ ચાલુ કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
