Dahod News/ દાહોદ: પ્રભારી મંત્રીની મિટિંગમાં કામગીરી મુદ્દે ગરમા ગરમી

MLA, પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના કામ આપી દીધા હોવાનો આક્ષેપ

Gujarat

Dahod News : દાહોદમાં પ્રભારી મંત્રીની મિટીંગમાં કામગીરી મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જેમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ કામગીરી અંગે સવાલો કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

જેમાં DDOનો મનસ્વી વહીવટ હોવાનો ધારાસભ્ય મહેશ ભુરીયાના આક્ષેપ છે. મનરેગા અંતર્ગત કુવાના કામોમાં DDOનો મનસ્વી વહીવટ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં MLA, પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના કામ આપી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તે સિવાય સંકલન અને દિશાની બેઠકમાં DDO ગેરહાજર રહેતા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. ઉપરાંત જિલ્લામાં મનરેગા સહિતના કામો ન થતા હોવાના આક્ષેપો કરાયા હતા. આમ MLA મહેશ ભુરીયાએ કામગીરી ઉપર આક્ષેપો લગાવતા ખળભળાટ મચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Mehsana news/મહેસાણા જિલ્લામાં સામે આવ્યું વધુ એક મનરેગા કૌભાંડ, શ્રમિકોના બદલે બારોબાર એજન્સીને નાણાં ચૂકવી દેવાયા

Gujarat News/ખેરાલુમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ: 7-8 કરોડની ગેરરીતિઓએ ખળભળાટ મચાવ્યો

Ahmedabad News/ભગાપુરા ગ્રામ પંચાયત મનરેગા કૌભાંડ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને અવમાન નોટિસ ફટકારી