Not Set/ અરવલ્લી/ રાજેન્દ્રનગર ચોકડી પર ચક્કાજામ, ડાયવર્ઝનથી અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોના મોત

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રાજેન્દ્રનગર ચોકડી પાસ થઇ નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે આ રાજેન્દ્રનગર ચોકડી છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બની ચુકી છે, આમેય આ હાઇવે અકસ્માત  માટેનું હોટ સ્પોટ ગણાય છે.  અને તેમાય ખરાબ રીતે આપેલા ડાયવર્ઝનને અકસ્માતમાં વધારો કર્યો છે. ચોકડી ઉપર બે દિવસ અગાઉ રીક્ષા અને ટ્રક વચ્ચે […]

Gujarat Others

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રાજેન્દ્રનગર ચોકડી પાસ થઇ નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે આ રાજેન્દ્રનગર ચોકડી છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બની ચુકી છે, આમેય આ હાઇવે અકસ્માત  માટેનું હોટ સ્પોટ ગણાય છે.  અને તેમાય ખરાબ રીતે આપેલા ડાયવર્ઝનને અકસ્માતમાં વધારો કર્યો છે.

ચોકડી ઉપર બે દિવસ અગાઉ રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના જીવ ગુમાવ્યા હતા અત્યાર સુધીમાં આ ચોકડી લોકો માટે સતત મોતનું કારણ બનતી રહી પરંતુ આ ચોકડી ઉપર હાઈવે વિભાગ દ્વારા સલામતીના ભાગ રૂપે અત્યાર સુધીમાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે આજે આ આસપાસના પાંચ ગામોના લોકોએ આ ચોકડી ઉપર હાઈવે વિભાગ દ્વારા યોગ્ય સલામતીના પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે હાઈવે રોડ ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને આવનાર દિવસોમાં તંત્ર હજી પણ નહિ જાગે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી પર ગ્રામજનોએ ચક્કાજામ કરી હંગામો કર્યો હતો. ડાયવર્જનથી સતત અકસ્માત થતા વિરોધ દર્શાવ્યો હતો. રાજેન્દ્રનગર ચોકડી છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બની ગયુ છે. ત્યારે આ ચોકડી ઉપર બે દિવસ પહેલા રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના જીવ ગુમાવ્યા હતા. માર્ગીય રોડની કામગીરી વચ્ચે ધણા લોકોનુ મૃત્યુ નીપજ્યુ છે. ખોટા ડાયવર્જના કારણે છ લોકોના મોત થતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગઢડા, દાવલી, નવા, જવાનપુરાના ગ્રામજનોએ હાઈવે પર બેસી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

અરવલ્લી જીલ્લાના મોડાસા પાસે આવેલા રાજેન્દ્રનગર ચોકડી ઉપર આપવામાં આવેલો ડાયવર્જન અકસ્માત ઝોન બનતા સલામતીના પગલાં ભરવાની માંગ સાથે સ્થાનિકોએ રોડ ચક્કા જામ કરી વિરોધ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.