દેશની રાજધાની દિલ્હીમાં લાંબા સમયથી ગેરકાયદે વસાહતનો મુદ્દો મુદ્દો જ રહ્યો છે. આ મામલે જો કે, દિલ્હીમાં સરકાર દ્વારા હરિયાણાની ચૂંટણી પૂર્વે જ જાહેરાત કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર આ તમામ વસાહતોને કાયદેસર કરી દેશે. પરંતુ આ મામલે દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સાંસદ સંજયસિંહ દ્વારા સરકાર પર શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ જોરદાર નીશાન તાકવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજયસિંહ દ્વારા કેન્દ્રની મોદી સરકારને જુઠ્ઠાંણા ફેલાવતી સરકાર કહેવામાં આવી છે.
સાંસદ સંજયસિંહે જણાવ્યું કે, દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. સંસદની કાર્યસુચીમાં બિલ સામેલ જ નથી. આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું, જુઓ ભાજપનું જુઠ્ઠાણું. મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાનું બિલ સંસદનાં શિયાળું સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી. આ સાથે આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન પણ કર્યું છે. .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
