પાકિસ્તાને સપાટી પરથી સપાટી પર વાર કરતા બેલિસ્ટિક મિસાઇલ (એસએસબીએમ) શાહીન -1 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ‘ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ’ ના અહેવાલ મુજબ પાક લશ્કરી પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારે ટ્વિટ કર્યું હતું કે એસએસબીએમ તમામ પ્રકારના પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે અને આ મિસાઇલ 650 કિલોમીટરની રેન્જ ધરાવે છે.
મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, ‘આ લોકાર્પણનો હેતુ પાકિસ્તાનની વિશ્વસનીય લઘુતમ સલામતી સુનિશ્ચિત કરવા આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (એએસએફસી)ની વ્યૂહાત્મક સજ્જતાની તપાસ કરવાનો છે.’

ડોન ન્યૂઝના જણાવ્યા અનુસાર, ડિરેક્ટર જનરલ સ્ટ્રેટેજિક પ્લાન ડિવિઝન, કમાન્ડર આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ, નેસ્કોમના અધ્યક્ષ, વરિષ્ઠ સ્ટ્રેટેજિક પ્લેઇન્સ વિભાગ, આર્મી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ, વૈજ્ઞનિકો અને ઇજનેરોએ આ પ્રક્ષેપણને જોયું હતું. આપને જણાવી દઇએ કે પર્વે ઓગસ્ટમાં પાકિસ્તાને એસએસબીએમ ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
