Not Set/ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે આપતકાળ બેઠકમાં શું કહ્યું..

અફઘાનિસ્તાનના લોકો ઘણા સ્વાભિમાની છે તેમની ઘણી પેઢીઓએ યુદ્વની મુશ્કેલી સહન કરી છે

World

અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સોમવારના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક ઇમરજન્શી બેઠક થઇ હતી ,તેમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુતેરસએ વૈશ્વિક આતંકવાદ સામે એકજુટ થવા માટે હાકલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા મહાસચિવ ગુતેરસે કહ્યું કે આંતરરાશ્ટ્રીય સમુદાયે એક થઇને એ સુનિચ્છિત કરવું જેઇએ કે અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંકવાદી સંગઠનો અને સુરક્ષિત સ્થળ માટે ક્યારે કરી ના શકે.અફઘાનિસ્તાનના લોકો ઘણા સ્વાભિમાની છે તેમની ઘણી પેઢીઓએ યુદ્વની મુશ્કેલી સહન કરી છે. તે અમારા પૂરા સમર્થના હકદાર છે. આગામી કેટલાક દિવસો નિર્ણાયક હશે. વિશ્વ જોઇ રહ્યું છે ત્યારે આપણે અફઘાનિસ્તાનના લોકોને બર્બાદ થતાં જોઇ શકાય નહી.

યુએન વડાએ કહ્યું કે સલામતી અને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી અફઘાનિસ્તાન વૈશ્વિક આતંકી ખતરાનો સામનો કરી રહ્યો છું. વૈશ્વિક આતંકવાદીઓ દમન માટે તમારી પાસે જે પણ સંસાધનો હોય તેનો ઉપયોગ કરો. યુએનમાં અમેરિકા રાજદૂત લિંડા થોમસ ગ્રીનફિલ્ડએ જણાવ્યું કે સંકટના સમયમાં અફઘાનિસ્તાનના લોકોને મદદ નહી પહોચાડી શકતા તેના માટે ચિંતિતિ છે.  વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ મોકલવામાં આવેલી 500 ટન સામગ્રી તાલિબાનના કબજા હેઠળની સરહદો પર પડેલી છે. આ સામગ્રીનો પુરવઠો તરત જ સુનિશ્ચિત થવો જોઈએ.

બેઠકમાં અફઘાનિસ્તાનના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ ગુલામ એમ ઇસાકઝાઇએ કહ્યું કે તાલિબાન દોહા અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર આપેલા વચનો  પૂરા કરી રહ્યું નથી. દેશના લોકો ભારે ભય હેઠળ જીવી રહ્યા છે.