Not Set/ કોલકતાથી 133 કિલો ગાંજો જપ્ત, જાણો કેવી રીતે બરબાદ થઇ રહ્યું છે યુવાધન અને આબાદ થઇ રહ્યા છે આતંકી

પશ્ચિમ બંગાળમાં કોલકાતાનાં પશ્ચિમ બંદર વિસ્તારનાં હિડ રોડ પર ગઈકાલે આસામના બે ડ્રગ પેડલર્સની અટકાયત કરવામાં આવી અને ડ્રગ પેડલર્સ પાસેથી આધધધ આશરે 133 કિલો વજનનો ગાંજો(કેનાબીસ) મળી આવ્યો હતો. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ બનેં વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. વાત આ ડ્રગ્સની પકડાવવાની નથી.  પરંતુ આવા જ પ્રકારે વિશ્વભરમાં […]

Top Stories India

પશ્ચિમ બંગાળમાં કોલકાતાનાં પશ્ચિમ બંદર વિસ્તારનાં હિડ રોડ પર ગઈકાલે આસામના બે ડ્રગ પેડલર્સની અટકાયત કરવામાં આવી અને ડ્રગ પેડલર્સ પાસેથી આધધધ આશરે 133 કિલો વજનનો ગાંજો(કેનાબીસ) મળી આવ્યો હતો. નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ બનેં વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે.

વાત આ ડ્રગ્સની પકડાવવાની નથી.  પરંતુ આવા જ પ્રકારે વિશ્વભરમાં અવારનવાર ડ્રગ્સ પકડાવવાની છે. આપને જણાવી દઇએ કે વિશ્વભરમાં નશાનોઆ  કાળો કારોબાર પોતાનાં મૂળીયા ખૂબ ઉંડે સુધી ફોલાવી ચૂક્યો છે. અને રોજબરોજ વિશ્વભરનાં દેશોમાંથી વિવિધ પ્રકારનાં કરોડો રૂપીયાનાં  પકડવામાં આવતા આવા ડ્રગ્સ આજની યુવા પેઢીને ખતમ કરવાની સુઆયોજીત ગોઠવણ છે.

આપણ વાંચો : OMG !!! 7700 કરોડનું 45 ક્વિન્ટલ કોકેઇન ડ્રગ્સ ઝપ્ત કરવામાં આવ્યું !

આપણ વાંચો : કચ્છનાં જખૌ નજીક ભારતીય જળસીમાએથી 1 હજાર કરોડનો જંગી જથ્થા સાથેનો ડ્રગ્સ ઝડપાયો

આપને જણાવી દઇએ કે ગુજરાતમાં પણ વારંવાર આવા કરોડોનાં ડ્રગ્સની ખેપ ક્યારેક ખેપીયાઓ સાથે તો ક્યારેક એકલા ડ્રગ્સ પકડાતા આવ્યા છે. સરકારની ઇન્ટેલીજન્સ દ્વારા પણ વાંરવાર આવી ખેપોની બાદમી આપવામાં આવે છે. કરોડો-ખરબોનો આ ડ્રગ્સનો વ્યાપાર દેશ અને વિશ્વની યુવા પેઢીનું નિકંદન તો કાઢે જ કાઢે છે પરંતુ ઇન્ટનેશનલ ડ્રગ્સ માફિયા પોતાનાં આ ડ્રગ્સનાં વ્યાપારમાંથી કમાયેલું મબલખ કાળું ઘન આતંકવાદી પ્રવૃતીમાં વાપરતા હોવાનું પણ જગ જાહેર છે.ત્યારે દેશમાં બેવડો માર આપતી આવી ડ્રગ્સની પકડાયા વિનાની એક ખેપ કેટલું નુકસાન કરે છે તે સમજી શકાય તેવી બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.