Not Set/ પાટણ/ સરકારી નર્સિંગ કોલેજનાં વિદ્યાર્થીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત

પાટણ:નર્સિંગ કોલેજમાં બીજા દિવસે હડતાળ સિદ્ધપુર સરકારી નર્સિંગ કોલેજમાં હડતાળ જુના ભાવ પ્રમાણે નવા કેન્ટીનમાં જમવાના ભાવમાં વધારો વિદ્યાર્થીઓનો પ્રિન્સીપાલ પર ધમકાવવાનો આરોપ કોલેજની બહાર પ્રિન્સીપલ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા આચાર્ય હટાઓ-કોલેજ બચાઓના પોસ્ટરો લાગ્યા કોલેજના આચાર્યને હટાવવા વિદ્યાર્થીઓ મક્કમ પોતાનું ભણતર ન બગડે તે માટે અભ્યાસ ચાલુ દેશમાં આજકાલ વિદ્યાર્થીએ આંદોલનનાં માર્ગે ચડ્યા હોય તેવું […]

Gujarat Others
  • પાટણ:નર્સિંગ કોલેજમાં બીજા દિવસે હડતાળ
  • સિદ્ધપુર સરકારી નર્સિંગ કોલેજમાં હડતાળ
  • જુના ભાવ પ્રમાણે નવા કેન્ટીનમાં જમવાના ભાવમાં વધારો
  • વિદ્યાર્થીઓનો પ્રિન્સીપાલ પર ધમકાવવાનો આરોપ
  • કોલેજની બહાર પ્રિન્સીપલ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
  • આચાર્ય હટાઓ-કોલેજ બચાઓના પોસ્ટરો લાગ્યા
  • કોલેજના આચાર્યને હટાવવા વિદ્યાર્થીઓ મક્કમ
  • પોતાનું ભણતર ન બગડે તે માટે અભ્યાસ ચાલુ

દેશમાં આજકાલ વિદ્યાર્થીએ આંદોલનનાં માર્ગે ચડ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં JNUના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારાનાં વિરોધમાં આંદોલન, ઘરણા અને માર્ચ જેવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ ફી વધારાનાં જ મામલે ગુજરાતનાં પાટણમાં પણ વિદ્યાર્થીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

પાટણની સરકારી નર્સિંગ કોલેજમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ કરવામા આવી હતી. વિદ્યાર્થી દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, જુના ભાવ પ્રમાણે જ તેમને જમવાનું ઉપ્લબ્ધ કરાવવામાં આવે. આપને જણાવી દઇએ કે, નવી કેન્ટીનમાં જમવાના ભાવમાં તોંતીગ વધારો કરવામા આવતા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા હતા અને આજે હડતાલનો આ બીજો દિવસ છે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સીપાલ પર ધમકાવવાનો આરોપ લગાવામા આવ્યો છે. કોલેજની બહાર પ્રિન્સીપલ વિરુદ્ધ આચાર્ય હટાઓ-કોલેજ બચાઓના પોસ્ટરો પોસ્ટરો લાગાવામાં આવ્યા છે. ભણતર ન બગડે તે માટે અભ્યાસ ચાલુ રાખવામા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.