Not Set/ અમદાવાદ/ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સંચાલીકાની ધરપકડ

છેલ્લા કેટલાંય દિવસોથી DPS સ્કૂલ સંકુલમાં ચાલતાસ્વામી નિત્યાનંદ આશ્રમ માં યુવતીઓના ગુમ થવાના મામલે વિવાદ વકર્યો છે. આ પ્રકરણમાં એક પછી એક ટ્વીસટ આવી રહ્યા છે. માતા-પિતા દ્વારા લાંબી લડત પછી પોતાનાં બે સંતાનો પરત મળ્યા છે. તો બે સંતાનો હજુ પણ સામે આવ્યા નથી અને આશ્રમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માતા-પિતા વિરૂધ તેમની જ […]

Top Stories Ahmedabad Gujarat

છેલ્લા કેટલાંય દિવસોથી DPS સ્કૂલ સંકુલમાં ચાલતાસ્વામી નિત્યાનંદ આશ્રમ માં યુવતીઓના ગુમ થવાના મામલે વિવાદ વકર્યો છે. આ પ્રકરણમાં એક પછી એક ટ્વીસટ આવી રહ્યા છે. માતા-પિતા દ્વારા લાંબી લડત પછી પોતાનાં બે સંતાનો પરત મળ્યા છે. તો બે સંતાનો હજુ પણ સામે આવ્યા નથી અને આશ્રમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માતા-પિતા વિરૂધ તેમની જ બે દિકરીઓ આક્ષેપ કરતી હોય તેવું પ્રતિતી રૂપ જાહેર કરવામાં આવ્યું હતું.

હવે આ કેસમાં પોલીસ દ્વારા આશ્રમની બે સંચાલીકોની ધરપકડ કરવામાં આવી છે. તત્વપ્રિય અને પ્રાણપ્રિયા નામની બે સંચાલીકાની પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ ધરપકડ કરી છે. ૨ નવેમ્બરના રોજ, ગુમસુદા યુવતીઓના બે નાનાભાઈ બહેન જે પણ આશ્રમ ખાતે જ તેમની સાથે રેહતા હતા, તેમની કસ્ટડી માતા પિતાને સોપવામાં આવી હતી. જેમની સઘન પૂછપરચમાં બહાર આવેલા કેટલાક તથ્યોને આધારે આ બંને ની ધરપકડ કરવામાં આવી છે. આ બાળકોએ જણાવ્યું કે, તેમને આશ્રમ થી દુર પુષ્પક સિટી નામની સોસાયટીમાં એક બંગલામાં રાખવામાં આવ્ય હતા. જ્યાં તેમને સ્વામીજીના આશ્રમ માં ચાલતી પ્રવૃતિનું  ફરજીયાત પ્રમોશન, જેમાં આશારામની વિવિધ પ્રવૃતિના ફેસબુક પર ફોટો શેર કરવા ટારગેટ આપવામાં આવતો હતો. ગમે તે સમયે તૈયાર થઇ ને ડાન્સ કરાવતા હતા. સાથે રાત દિવસ પ્રમોશન નું કામ તો ખરુજ. જે આશ્રમ સંચાલિકા ફરજીયાત આ બાળકો પાસે કરાવતી હતી. સાથે સાથે તેમને એક થી સાત કરોડ રૂપિયા ઉઘરાવવાનો ટારગેટ પણ આપવામાં આવ્યો હતો. અને જો કોઈ ને પણ આશ્રમની બહાર આ બધી જન કરી છે તો જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.