Not Set/ સૌરાષ્ટ્ર / માછીમાર આગેવાનોની બેઠક, વાવાઝોડામાં સાગર ખેડૂને પણ ભારે નુકશાન

ગીર સોમનાથના વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ના 50 જેટલા બંદરોના માછીમારો આગેવાનોની બેઠક મળી હતી. કમોસમી વરસાદને લઈને ખેતીના પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે. સાગર ખેડૂતો ને પણ સહાઈ કરી સરકાર મદદ રૂપ થાય તે હેતુથી આજે વેરાવળ ખાતે સોરાષ્ટ્રભરના 50 જેટલા નાના મોટા બંદરો ના […]

Gujarat Others

ગીર સોમનાથના વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ના 50 જેટલા બંદરોના માછીમારો આગેવાનોની બેઠક મળી હતી. કમોસમી વરસાદને લઈને ખેતીના પાકમાં ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ સાગર ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે. સાગર ખેડૂતો ને પણ સહાઈ કરી સરકાર મદદ રૂપ થાય તે હેતુથી આજે વેરાવળ ખાતે સોરાષ્ટ્રભરના 50 જેટલા નાના મોટા બંદરો ના માછીમાર આગેવાનો એ બેઠક મળી હતી. ખેડૂતોની જેમ માંછીમારો ને પણ સહાય આપવા માંગ કરાઈ હતી. ત્યારે સરકારનું ધ્યાન દોરવા રણનીતિ ધડાઈ રહી છે. અન્ય રાજ્યની બોટો ને ગુજરાતમા ફીશીંગ કરતી અટકાવવા માંગ કરાઈ હતી.

ગીર સોમનાથ ના વેરાવળ ખાતે સૌરાષ્ટ્ર ના 50 જેટલા બંદરો ના માછીમાર આગેવાનોની બેઠક  મળી વાવાઝોડા ને લય માછીમારો ને પડેલા ફટકા સામે સરકાર ધ્યાન આપે તે હેતુથી રણનીતિ ઘડાઈ.

વર્તમાન વર્ષ ખેડૂતો અને માછીમારો માટે માઠુ સાબિત થયુ છે, જેના કારણે ખેડૂતો ને ખેતીના પાક માં ભારે નુકશાન થયું છે તો બીજી તરફ સાગર ખેડૂતો ને પણ ભારે નુકશાન થયું છે.  ખેતી કરતા ખેડૂતો ને કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે સરકાર દ્વારા સહાય ની જાહેરાત કરાઈ  છે તો બીજી તરફ સાગર ખેડૂતો ને પણ સહાય આપી સરકાર મદદ રૂપ થાય તે હેતુથી આજે વેરાવળ ખાતે સોરાષ્ટ્રભરના 50 જેટલા નાના મોટા બંદરો ના માછીમાર આગેવાનો એ બેઠક કરી સરકાર ને જગાડવા રણનીતિ ઘડી હતી.

સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો વિશાળ છે અને અહીં ના દરિયા પર લાખો માછીમારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વેરાવળ બંદર સૌથી મોટું બંદર  છે. દર વર્ષ અહીંથી 3 હજાર કરોડ થી વધુ ની મચ્છી  દેશ વિદેશ મા એક્સપોર્ટ થાય છે.  પરન્તુ આ વર્ષ એક બે નહિ પણ 5 પાંચ વાવાઝોડા સમુદ્ર મા એક્ટિવ થયા હતા.  જેના કારણે માછીમારો ને કરોડો રૂપિયા નું નુકશાન થયું છે. માછીમારો ની વર્તમાન વર્ષ મા કુદરતે રોજી રોટી છીનવી લીધી છે ત્યારે વેરાવળ, પોરબંદર, માંગરોળ, હર્ષદ, કોડીનાર, સુત્રાપાડા,  જાફરાબાદ સહિતના નાના મોટા 50 જેટલા બંદરો ના માછીમારો અને આગેવાનો વેરાવળ ખાતે એકઠા થયા છે.  જે બેઠક મા ચર્ચાઓ કરવામાં આવો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ને કેવી રીતે રજુઆત કરવી અને સરકાર નું ધ્યાન દોરી સહાય મળે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ના માંછીમારો એ અન્ય રાજ્યમાથી મોટી બોટો આવી દરિયામાં માછીમારી કરી દરિયો  ખાંલી કરી જતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અન્ય રાજ્ય ની ટ્રોલી બોટો ને સૌરાષ્ટ્ર ના દરિયામાં આવતી અટકાવવાની માંગ કરવામાં આવી છે. તેમજ માછીમારો ના અકસ્માતે દરિયામાં થતા મોત ની વહેલી તકે સહાય મળે તેવી પણ માંગ  કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.