Not Set/ દગાથી બનેલી સરકાર છે, ફ્લોર ટેસ્ટમાં જ પડી જશે, તમામ વિધાયકો અમારી સાથે : NCP નેતા નવાબ મલિક

ભાજપ દ્વારા આજીત પવાર અને તેના સમર્થક વિધાયકોનાં ટેકા સાથે સરકારની રચના કરી દેવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા CM તરીકે અને અજીત પવાર દ્રારા જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કરી લેવામાં આવ્યા છે. ત્યારે NCPનાં રોલ વિશે અનેક પ્રકારની ચર્ચા સામે આવી રહી છે. આ મામલે શરદ પવાર, પ્રફુલ પટેલ અને નવાબ મલિક, […]

Top Stories India

ભાજપ દ્વારા આજીત પવાર અને તેના સમર્થક વિધાયકોનાં ટેકા સાથે સરકારની રચના કરી દેવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસ દ્વારા CM તરીકે અને અજીત પવાર દ્રારા જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કરી લેવામાં આવ્યા છે. ત્યારે NCPનાં રોલ વિશે અનેક પ્રકારની ચર્ચા સામે આવી રહી છે. આ મામલે શરદ પવાર, પ્રફુલ પટેલ અને નવાબ મલિક, સુપ્રિયા સુલે સહિતનાં તમામ NCP નેતા દ્વારા સ્પષ્ટતા આપી દેવામાં આવી છે કે, આ નિર્ણય અજીત પવારનો વ્યક્તિગત નિર્ણય છે અને આ નિર્ણય સાથે NCPને કોઇ લેવા દેવા નથી.

આ મામલે વધુ સ્પષ્ટા કરતા એનસીપીના પ્રવક્તા નવાબ મલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ એક છેતરપિંડી છે અને તે વિધાનસભાના ફ્લોર પર બહુમત સાબિત કરી શકશે નહીં. NCPનાં તમામ ધારાસભ્યો અમારી સાથે છે.

આ મામલે શરદ પવાર દ્વારા NCP વિધાયકોની એક મિટીંગ શનિવારે 4.30 કલાકે બોલાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.