બોગોટોમાં રાષ્ટ્રપતિ ઇવાન ડુક સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે, સરકારી નીતિઓથી ત્રાસી ગયેલી જનતા રસ્તાઓ પર આવી ગઇ છે, અનેક જગ્યાઓએ હિંસક અથડામણો થઇ છે, જેમાં 3 લોકોનાં મોત થઇ ગયા છે,
100 કરતા વધુ પ્રદર્શનકારીઓ ની પોલીસે ધરપકડ કરી લીધી છે. છેલ્લા ઘણા દિવસોથી અહી લોકો દ્વારા બળવો કરવામાં આવ્યો છે, અહી મોંઘવારીથી માંડીને અનેક સમસ્યાઓ ઉભી થઇ છે.
પ્રદર્શન હિંસક બની રહ્યું છે, જેમાં કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું છે, રાતના સમયે પણ પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે, કોલંબિયાના બોગોટો, કેલી અને મેડેલીન જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શનમાં હજારો લોકોએ રસ્તા જામ કરી દીધા છ.
જેની સામે તંત્ર દ્વારા પોલીસ અને સેનાનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે, અને લોકોને રસ્તાઓ પરથી હટી જવા ચેતવણી આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ પોલીસ દ્વારા લોકો પર બળપ્રયોગ પણ કરાયાની ઘટનાઓ સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.