Not Set/ સુરત/ લાખો રૂપિયાની 2000ની નકલી નોટો પકડાઈ,સ્વામિનારાયણ સાધુની ધરપકડ

માની ના શકાય તેવા કિસ્સામાં સ્વામિનારાયણનો સાધુ નકલી નોટોના મોટા જથ્થા સાથે પકડાયો છે.ખેડા જિલ્લાના ઠાસરના ગળતેશ્વર  પાસે આવેલા અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા મામલે રાધારમણ સ્વામી નામના સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં સ્વામિનારાયણ […]

Top Stories Gujarat Surat

માની ના શકાય તેવા કિસ્સામાં સ્વામિનારાયણનો સાધુ નકલી નોટોના મોટા જથ્થા સાથે પકડાયો છે.ખેડા જિલ્લાના ઠાસરના ગળતેશ્વર  પાસે આવેલા અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા મામલે રાધારમણ સ્વામી નામના સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી છે.

મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં સ્વામિનારાયણ મંદિરના સાધુનું નામ ખુલ્યું હતું.

સૂત્રોના કહેવા પ્રમાણે 50 લાખ રૂપિયાની નકલી નોટો સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી છે.

અંબાવના સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોટી સંખ્યામાં નકલી નોટો અને નોટો છાપવા માટેનું મશીન સાધુ પાસેથી  જપ્ત કર્યું છે. રાધારમણ સ્વામીને સુરત લાવીને પોલિસે વધુ પૂછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.