ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર દ્વારા સંસદ ગૃહમાં કરવામાં આવેલા ગોડસે અને ગાંઘી સહિત કોંગ્રેસને આતંકવાદી પાર્ટીનાં વિધાનનાં વિરોધમાં કોંગ્રેસનાં સાંસદ અને દિગ્ગજ નેતા શશી થરૂર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓએ (ભાજપ) તેમને(પ્રજ્ઞા ઠાકુર) ટિકિટ આપી અને સંસદમાં લાવ્યા છે. સંસદ પક્ષની બેઠકોમાં બેસવાની મંજૂરી ન આપવાથી શું થશે? કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેણી(પ્રજ્ઞા ઠાકુર) માફી ન માંગે, ત્યાં સુધી તેને સંસદમાં બેસવાની મંજૂરી ન આપવી જોઇએ, અમે(કોંગ્રેસ) પ્રજ્ઞા ઠાકુર સંદર્ભે સેન્સર પ્રસ્તાવની માંગ કરીશું.
Shashi Tharoor, Congress on BJP MP Pragya Thakur: They (BJP) gave her ticket & brought her to the parliament, what will happen by not allowing her in parliamentary party meetings? She should not be allowed to sit in parliament till she apologises, we will demand a censure motion. pic.twitter.com/p3KNs4Rhc0
— ANI (@ANI) November 28, 2019
આપને જણાવી દઇએ કે, એક તરફ કોંગ્રેસનાં સાંસદ દ્વારા આવી પ્રતિક્રિયા આપવામાં આવી, તો બીજી તરફ કોંગ્રેસનાં લોકસભામાં નેતા અધિર રંજન ચૌધરી, દયાનિધિ મારન, માનીકા ટાગોર, એન.કે. પ્રેમાચંદ્રન સહિત અન્ય પક્ષોનાં સાંસદો સહિત 50થી વધુ સાંસદોએ લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે, અને ભારે વિરોધ સાથે માંગ કરી છે કે, ‘નાથુરામ ગોડસેને’ દેશભક્ત ‘કહીને મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ ગૃહ પ્રજ્ઞા ઠાકુરને સેન્સર કરવાનો નિર્ણય લે છે.
50 MPs including Adhir Ranjan Chowdhury, Dayanidhi Maran, Manicka Tagore, NK Premachandran have given a letter to the Speaker, Lok Sabha stating, 'House resolves to censure Pragya Thakur for having insulted Mahatma Gandhi, by calling Nathuram Godse a 'deshbhakt' in the House.'
— ANI (@ANI) November 28, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
