Not Set/ મિડ ડે મિલમાં બાળકોની હેલ્થ સાથે ચેડા, 85 બાળકોને 1 લીટર દૂધમાં પાણી ભેળવીને અપાયુ

ઉત્તરપ્રદેશમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં ભ્રષ્ટાચાર ઘણી વખત સામે આવ્યો છે. હવે લોકસભામાં રજૂ કરવામાં આવેલા નવા આંકડા દર્શાવે છે કે મધ્યાહન ભોજન યોજનામાં ભ્રષ્ટાચારનાં મામલામાં યુપીની યોગી સરકાર પ્રથમ ક્રમે છે. યુપીથી મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિના અહેવાલો આવતા રહે છે. તાજેતરનો કિસ્સો સોનભદ્રનાં ચોપન બ્લોકની કોટા ગ્રામ પંચાયતમાં સલઇબનવા પ્રાથમિક શાળાનો છે, જ્યાં 85 બાળકોને એક […]

Top Stories India

ઉત્તરપ્રદેશમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં ભ્રષ્ટાચાર ઘણી વખત સામે આવ્યો છે. હવે લોકસભામાં રજૂ કરવામાં આવેલા નવા આંકડા દર્શાવે છે કે મધ્યાહન ભોજન યોજનામાં ભ્રષ્ટાચારનાં મામલામાં યુપીની યોગી સરકાર પ્રથમ ક્રમે છે.

યુપીથી મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિના અહેવાલો આવતા રહે છે. તાજેતરનો કિસ્સો સોનભદ્રનાં ચોપન બ્લોકની કોટા ગ્રામ પંચાયતમાં સલઇબનવા પ્રાથમિક શાળાનો છે, જ્યાં 85 બાળકોને એક ડોલ પાણીમાં એક લીટર દૂધ ભેળવીને આપવામાં આવ્યું હતું. વળી દૂધમાં પાણી ભેળવી દેવાનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગમાં હંગામો મચી ગયો છે. બાળકોનું કહેવુ છે કે, જ્યારે તેમને પીવા માટે દૂધ આપવામાં આવ્યુ તો તેમા પાણી ભેળવેલુ હતુ.

બીજી તરફ, બાળકોને દૂધ આપનાર મહિલાએ પણ માન્યુ કે બાળકોને એક ડોલ પાણીમાં એક લિટર દૂધ ભેળવીને આપવામાં આવે છે. તેણે કહ્યું કે અહીં 85 બાળકો હતા અને દૂધનાં માત્ર એક લિટર પેકેટ હતા. તપાસ માટે ઘટના સ્થળે પહોંચેલા બીએસએ ગોરખનાથ પટેલ કહે છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે મધ્યાહન ભોજન યોજનામાં ભ્રષ્ટાચારનાં આંકડા રજૂ કર્યા છે. આ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં મધ્યાહન ભોજન યોજનામાં દેશભરમાંથી ભ્રષ્ટાચારની 52 ફરિયાદો મળી હતી, જેમાંથી ઉત્તર પ્રદેશમાં મહત્તમ 14 ફરિયાદો નોંધાઈ છે. 2017 માં સાત કેસ નોંધાયા હતા, 2018 માં ત્રણ અને 2019 માં ચાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.