Not Set/ વડોદરા, સગીરા પર ગેંગરેપ/ મોટો ખુલાસો – નકલી પોલીસ દ્વારા આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ ?

વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડી માંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ […]

Top Stories Gujarat Vadodara

વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડી માંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા જ કંઇક છુપાવવામાં આવી રહ્યુું હોય તેવુમ પ્રતિત થઇ રહ્યું છે.

સામે આવી રહેલી હકીકતોમાં આ મામલે મોટો ખુલાસો જોવામાં આવી રહ્યા છે. જે મામલે પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારની નોંધ જ લેવામાં ન આવી હોય તેવું જણાઇ રહ્યું છે. સગીરા પર ગેંગરેપ મામલે સગીરાએ સરકારી હોસ્પિટલના ચોપડે નિવેદન આપ્યું હતું. નિવેદનમાં નકલી પોલીસ બની આરોપીઓએ ગેંગેરેપને અંજામ આપ્યો હોવાનું સગીરાએ જણાવ્યું હતું. તો બીજી તરફ આરોપી પોલીસના સ્વાંગમાં આવ્યાનો વડોદરા પોલીસે ઇન્કાર કર્યો હતો. રાવપુરા પોલીસની ફરિયામાં નકલી પોલીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે ઘટનાને 24 કલાક જેટલો સમય થવા આવ્યો છતાં પણ આરોપી પોલીસ પકડથી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.