ઝારખંડમાં પ્રથમ તબક્કામાં છૂટા છવાયા બનાવોને બાદ કરતાં 13 વિધાનસભા બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું અને આ દરમિયાન, લગભગ 60.87 ટકા મતદારોએ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડૉ. રામેશ્વર ઉરાંવ, ભાજપનાં નેતા સુખદેવ ભગત સહિતનાં 189 ઉમેદવારોનાં ચૂંટણી ભાગ્ય માટેનો નિર્ણય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં બંધ કરી દીધુ છે.

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં કુલ 62.87 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન સત્તાવાર રીતે બપોરે 3 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ મોટી સંખ્યામાં લોકોનાં આગમનને કારણે બપોરે 3.45 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું. ચૂંટણીનાં પ્રથમ તબક્કામાં નક્સલ વિસ્તારોમાં અપેક્ષાઓથી આગળ રેકોર્ડ બ્રેકઆઉટ થયું હતું. નક્સલ પ્રભાવિત વિસ્તારો ચતરા, ગુમલા, વિશુનપુર, લાતેહાર અને ડાલટનગંજમાં, મોટી સંખ્યામાં લોકો તેમના મત આપવા માટે ઘરેથી બહાર આવ્યા હતા.
ઝારખંડમાં 13 વિધાનસભા બેઠકો પર મતદાન દરમિયાન નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાનને લઇને સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. સમયાંતરે સુરક્ષા કર્મીઓ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહ્યા હતા. ઝારખંડનાં છતરા જિલ્લાનાં નક્સલ પ્રભાવિત કાન્હાચટ્ટી પર મતદાન મથકની બહાર લાંબી કતારો જોવા મળી હતી, જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા. મહિલાઓએ પણ પ્રથમ તબક્કાનાં મતદાનમાં ભાગ લીધો હતો, ઝારખંડનાં લોહરદગામાં મતદાન મથક પર મહિલાઓમાં મતદાન અંગે ભારે ઉત્તેજના જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
