‘ગુડ ન્યૂઝ’, ‘લક્ષ્મી બોમ્બ’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’ અને ‘બેલ બોટમ’ પછી અક્ષય કુમારે વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ‘દુર્ગાવતી’ છે, જેમાં અક્ષય નહીં પરંતુ ભૂમિ પેડનેકર જોવા મળશે. અક્ષય એકમાત્ર પ્રસ્તુતકર્તા છે, જેની ફિલ્મ પ્રોડક્શન હાઉસનાં બેનર હેઠળ બનાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ ‘દુર્ગાવતી’ એક હોરર-થ્રિલર મૂવી છે, જેનું નિર્માણ વિક્રમ મલ્હોત્રા અને અશોક કરશે. તેનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે.
https://www.instagram.com/p/B5elemkn0P7/?utm_source=ig_embed
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ફિલ્મની ઘોષણા કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભૂમિ પેડનેકરને’ દુર્ગાવતી ‘તરીકે રજૂ કરીને ખૂબ એક્સેટમેન્ટ થઇ રહી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
