શુક્રવારે સરકારે બીજા ક્વાર્ટરનાં જીડીપીનાં આંકડા જાહેર કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 4.5 ટકા પર આવી ગયો છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ વિરોધી પક્ષો સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. શનિવારે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી.ચિંદમ્બરમે ત્રીજા ક્વાર્ટરની આગાહી કરતી વખતે જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરમાં પણ, વિકાસ દર 4.5 ટકાથી વધારે નહીં હોય. સાથે અન્ય શક્યતાઓ પણ છે.
છેલ્લા લગભગ 100 દિવસથી જેલમાં બંધ ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કરેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, જેમ કે વ્યાપકરૂપથી આગાહી કરવામાં આવી હતી, બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.5 ટકા રહ્યો છે. હજી સરકાર કહે છે કે ‘ઓલ ઇઝ વેલ’. ત્રીજા ક્વાર્ટરમાં પણ, વિકાસ દર 4.5 ટકા કરતા વધુ નહીં હોય. ત્યાં અન્ય શક્યતાઓ પણ છે. આપને જણાવી દઈએ કે, દેશની પહેલેથી સુસ્ત અર્થવ્યવસ્થાનો વિકાસ દર બીજા ક્વાર્ટરમાં ઘટીને 4.5 ટકા થઈ ગયો છે, જે છ વર્ષમાં સૌથી નીચા સ્થાન પર છે.
मैंने अपने परिवार को मेरी ओर से ट्वीट करने को कहा है :
जैसा कि व्यापक रूप से भविष्यवाणी की गई थी, दूसरी तिमाही में जीडीपी ग्रोथ रेट 4.5% रही है। फिर भी सरकार कहती है "ऑल इज वेल"।
तीसरी तिमाही में भी ग्रोथ रेट 4.5% से अधिक नहीं होगी। साथ ही अन्य संभावनाएं भी बदतर हैं।
— P. Chidambaram (@PChidambaram_IN) November 30, 2019
ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનાં આરોપસર જેલવાસ ભોગવનારા ચિદમ્બરમે ટ્વિટ કરીને ઝારખંડની જનતાને વધુ એક અપીલ કરી હતી. ચિદમ્બરમે લખ્યું છે કે, ઝારખંડની જનતાએ ભાજપ વિરુદ્ધ મત આપવો જોઇએ અને ભાજપની નીતિઓ અને શાસનનાં નમૂનાને નકારી કાઠવું જોઈએ. તેમની પાસે આવું કરવાની પ્રથમ તક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
