આપણાં પુરાણો પ્રમાણે પણ બિલાડી દેખાવી, બિલાડી રસ્તામાં આડી ઉતરે, રડે અને ઘરમાં આવ-જા કરે, તેને અશુભ માનવામાં આવે છે.સારા કામે નીકળતાં લોકો જો બિલાડી ભાળી જાય તો પાછાં ફરી જતાં હોય છે.જો કે બિલાડીને ભલે અપશુકનીયાળ માનવામાં આવતી હોય પરંતું ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બિલાડીઓએ તમારૂ ભાગ્ય પલટ્યું હોય.
દરેક વખતે બિલાડીનો રસ્તો કાપવો એ અશુભ ફળ આપનાર નથી હોતું, તમે આત્મવિશ્વાસથી તેની ઉપરથી જ પસાર થશો તો પણ લાભ જ થશે.

વારાહ પુરાણમાં જણાવ્યા પ્રમાણે જો ભોજન આરોગી રહેલી બિલાડી રસ્તામાં જોવા મળે તો આગામી દિવસમાં કામો સફળ થઇ શકે છે.

બિલાડી તેના બચ્ચા સાથે રમતી જોવા મળે તો પરિવારની નજીકની વ્યક્તિને મળવાનું થાય.પ્રમી પંખીડાઓના મિલન માટે પણ આ શુભ સંકેત છે.

શુકનશાસ્ત્ર મુજબ કોઈ પણ જરૂરી કામ કરવા જઈ રહ્યા હોવ અને માર્ગમાં ડાબી તરફથી બિલાડી દેખાય જાય તો કામમાં સફળતા મળે છે.

જોશુભ સંકેતો ઘરમાં આવીને બચ્ચાંને જન્મ આપે તો તે સમયમાં ધનલાભ અને કોઈ મોટી ખુશખબરીનો સંકેત છે.
![]()
એવી જ રીતે જો બિલાડી ઘરમાં જ સંવનન કરે તો પણ ધનલાભ થવાની પુરી શક્યતાઓ છે.

