Not Set/ સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે, નસબંદી બાદ મહિલાઓને જમીન પર સુવડાવી

મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં જીવન સાથે રમત કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં નસબંધીની સર્જરી બાદ દર્દીઓને જમીન પર સુવાની ફરજ પાડવામાં આવી હતી. જે મહિલાઓનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, તેઓને ઓપરેશન બાદ હોસ્પિટલમાં પથારી પણ નહોતી મળી. જેના કારણે મહિલા દર્દીઓ પથારીને બદલે જમીન પર સુવા મજબૂર બની હતી. […]

Top Stories India

મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં જીવન સાથે રમત કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલોમાં નસબંધીની સર્જરી બાદ દર્દીઓને જમીન પર સુવાની ફરજ પાડવામાં આવી હતી. જે મહિલાઓનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ, તેઓને ઓપરેશન બાદ હોસ્પિટલમાં પથારી પણ નહોતી મળી. જેના કારણે મહિલા દર્દીઓ પથારીને બદલે જમીન પર સુવા મજબૂર બની હતી.

આ મામલો અહીં સમાપ્ત થયો ન હતો, નસબંધી માટે આવેલી મહિલાઓ માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ નહોતી. તે પોતાના ખર્ચે હોસ્પિટલમાં પહોંચી હતી. એટલું જ નહીં, દર્દીઓને સારવાર બાદ સ્ટ્રેચર પણ મળ્યા ન હોતા, જેના કારણે પરિવારનાં સભ્યોએ તેમને હાથમાં લઈ બહાર ચાલ્યા ગયા હતા. આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી છતરપુર અને વિદિશામાં જોવા મળી છે. છતરપુરની સરકારી હોસ્પિટલમાં તેમની નસબંધીની સર્જરી બાદ દર્દીઓને જમીન પર સૂવા માટે ગાંદલાઓ બીછાવ્યા હતા.

નસબંધી પછી, મહિલાઓને જમીન પર સૂવાથી ચેપનું જોખમ પણ હતું. આ અંગે સિવિલ સર્જન આર ત્રિપાઠીને પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે, ‘દરરોજ નસબંધીનાં લગભગ 30 કેસ છે. પલંગની સુવિધાઓ પૂરી પાડવા માટે, અમને વધુ સારી માળખાગત સુવિધાઓની જરૂરિયાત છે.’

આ પહેલા વિદિશામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. હોસ્પિટલનાં પલંગને બદલે વિદિશાનાં લેતી કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે નસબંદી શિબિરમાં 37 મહિલાઓ જમીન પર પડેલી જોવા મળી હતી. નસબંધી પછી, આ ઠંડા હવામાનમાં મહિલાઓને જમીન પર સુવાડવામાં આવી હતી. જો કે, જ્યારે આ મુદ્દો હેડલાઇન્સમાં આવ્યો ત્યારે ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ.કે.એસ.આહિરવારે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.