દેશની રાજધાની દિલ્હીમાં લોકોની માનવતા પણ મરી પરવારી છે. શનિવારે મોડી રાત્રે દિલ્હી ગેટ પાસે દુર્ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ છોકરાઓ રસ્તા પર પડ્યા હતા. મદદ કરવાને બદલે, કોઈએ તેનો મોબાઇલ જ ચોરીને કરી ને જતું રહ્યું. એક પસાર થતા રાહદારીએ વળી ત્રણેય ને રોડ પરથી ઉઠાવીને સાઈડ માં તો મુક્યા પણ નિર્જીવ બોક્ષ્નિ માફક એક ની ઉપર એક ગોઠવી દીધા.

પરિવારે આરોપ લગાવ્યો હતો કે એલએનજેપી હોસ્પિટલ ઘટના સ્થળેથી માત્ર 300 મીટર દુર આ ઘટના બની હતી. જો ત્રણેયને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોત, તો તેમનો જીવ બચી શક્યો હોત. રસ્તા પરથી પસાર થતા એક યુવકે તેની સ્કૂટી રોકીને ત્રણેયને ઓટોમાં બેસાડીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જોકે, પાછળથી તે યુવકને ખબર પડી કે તે ત્રણ છોકરા તેના પડોશી છે. હોસ્પિટલમાં પહોંચવામાં લગભગ 25 મિનિટનો સમય લાગ્યો હતો, જ્યાં ત્રણેયને લઈ જતાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મોહમ્મદ સદના કાકા રહીસુદ્દીને જણાવ્યું હતું કે જ્યારે તે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે તેનો ભત્રીજાનું મોબાઇલ કવર ત્યાં મળી આવ્યું હતું. પરંતુ મોબાઇલ ગુમ હતો.

બાકીના છોકરાઓના મોબાઇલ પણ મળ્યા નથી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જનાર રિઝવાન નામના યુવકે જણાવ્યું હતું કે તે સ્કૂટીથી લક્ષ્મીનગરથી તુર્કમાન ગેટ પર પરત ફરી રહ્યો હતો. જ્યારે તેણે અકસ્માત જોયો. તેણે જોયું કે રસ્તામાં બહુ બધુ લોહી દુર સુધુ વહી રહ્યું છે. ત્યાં એક સ્કૂટી પણ એક્સીડેન્ટ થયેલી પડી હતી.

ત્રણેય છોકરાઓ હાઇમાસ્ટ પોલ પાસે એકની ઉપર એક બોક્સ ની માફક પડેલા હતા. તેને જોયું તો હમઝા જીવિત હતો. આથી તેણે તાત્કાલિક એક ઓટો રોકીને ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.

ઘટનાસ્થળ પાસે ફૂટપાથ પર 20 ફૂટ દુર ટાયરના ઘસરકાના નિશાન પણ જોવા મળી રહ્યા છે. તે મોટા વાહનોના હોય તેવું લાગીરહ્યું છે. શક્ય છે કે અકસ્માત બાદ તેને જ આ રીતે મૃતદેહ ને એક ની ઉપર એક ગોઠવી ને ભાગી ગયો.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ઘટનાસ્થળના દૃશ્યના ફૂટેજ બતાવી રહી નથી. પીસીઆર વાન ઘણીવાર દિલ્હી ગેટ પર ટ્રાફિક તોડનારા અથવા શંકાસ્પદ લોકોનો પીછો કરે છે.

ત્રણેય છોકરાઓએ હેલ્મેટ પહેર્યા ન હતા. આથી, પોલીસની ગાડી તેમનો પીછો કરી રહી હશે. અને તે દરમિયાન તેઓ અકસ્માત નો ભોગ બન્યા હોય તે શક્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
