Not Set/ અમદાવાદ ઇસ્ટ/ DPS સ્કુલ સંચાલિકા મંજુલા શ્રોફ, હિતેન વસંત ઘર છોડી અજ્ઞાતવાસમાં …

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) એ રવિવારે વિવાદિત સ્વામી નિત્યાનંદના આશ્રમ માટે જમીન ભાડે આપીને સરકારી નિયમનો ભંગ કરવા બદલ હીરાપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ની માન્યતા રદ કરી છે. જે મુદ્દે ડીપીએસ સ્કૂલ માં થયેલી મિટિંગ બાદ વાલીઓમાં હજી પણ બાળકોના ભવિષ્યને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે મિટિંગ […]

Top Stories Ahmedabad Gujarat

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE ) એ રવિવારે વિવાદિત સ્વામી નિત્યાનંદના આશ્રમ માટે જમીન ભાડે આપીને સરકારી નિયમનો ભંગ કરવા બદલ હીરાપુર સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ની માન્યતા રદ કરી છે.

જે મુદ્દે ડીપીએસ સ્કૂલ માં થયેલી મિટિંગ બાદ વાલીઓમાં હજી પણ બાળકોના ભવિષ્યને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે મિટિંગ બાદ હવે વાલીઓનું જૂથ એકત્ર થઇને શિક્ષણ પ્રધાન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળવા માટે ગાંધીનગર ગયું છે. જ્યાં શિક્ષણ પ્રધાન અને મુખ્યમંત્રી સામે બાળકોના ભવિષ્યને લઈને રજૂઆત કરવામાં આવશે.

તો બીજી બાજુ, અમદાવાદમાં આવેલ DPS ઈસ્ટના ખોટા પુરાવાઓ રજુ કરવા બાદલ શાળાના સંચાલક પૂજા મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,  ત્યારે ફરિયાદ દાખલ થયાને ૩ દિવસ જેટલો સમય વીતી ચુક્યો છે તેમ છતાં આ ત્રણે અત્યાર સુધી પોલીસ પકડ થી દૂર છે.

પૂજા મંજુલા શ્રોફ

ત્યારે મંતવ્ય ન્યુઝ ની ટિમ બોડકદેવ માં આવેલ રૂષીલ બંગ્લોઝ પહોંચી હતી જ્યાં સંચાલિકા પૂજા મંજુલા શ્રોફ રહે છે. છેલ્લા એક સપ્તાહ થી પૂજા શ્રોફ પરિવાર સાથે ક્યાંક બહાર ગયા છે તેવું તેમને સિક્યોરિટી ગાર્ડ નું કહેવું છે …..

આ વાત થી એ બાબત સ્પષ્ટ છે કે, મંજુલા શ્રોફને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો પાપનો ઘડો ટૂંક જ સમયમાં જ ફૂટવાનો છે. તે થી જ તેઓ અગાઉ થી જ ઘર છોડીને ભાગી ગયા છે.

હિતેન વસંત

મંતવ્ય ન્યુઝ ની ટિમ થલતેજ માં આવેલ આસોપાલવ  બંગ્લોઝ પહોંચી હતી જ્યાં ટ્રસ્ટી હિતેન વસંત  રહે છે. જે છેલ્લે ૨ દિવસ થી પરિવાર સાથે બહાર ગયા છે તેવું તેમના સિક્યોરિટી ગાર્ડ નું કહેવું છે ત્યારે અહીં સવાલ એ છે કે ફરિયાદ દાખલ થયા ને ૩ દિવસ થયા અને હિતેન વસંત ને ફરાર થાયે ૨ દિવસ થયા ત્યારે શા માટે પોલીસ તેમની સામે જરુરી કાર્યવાહી નથી કરી રહી

સાથે જ મહત્વની બાબત તો એ  પણ છે કે હિતેન વસંત ના પત્ની એ ઘરના તમામ નોકર ને ગામડે જવાની સૂચના આપી દીધી છે જે થી કોઈ નોકર ની પણ પૂછપરછ ન કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.