Not Set/ વડોદરા/ ભિક્ષુક મહિલાએ ભીક્ષામાં મળેલ પરચુરણનાં રૂપમાં વેરાની ચુકવણી કરી

જ્યાં પૈસાપાત્ર અને ધનવાન લોકો દ્વારા ટેક્સની ચોરી કરવામાં અવનવા કીમિયા શોધવામાં આવે છે તેવામાં વડોદરા ખાતે એક ભિક્ષુક વિકલાંગ  મહિલાએ ભિક્ષા માંગી ને બચાવેલા પૈસાથી પોતાના ઘરનો ટેક્ષ ભર્યો છે. અને એક અનોઉખું ઉદાહરણ પૂરું પડ્યું છે. વડોદરામાં પોતાનું ઘર બચાવવા એક ભિક્ષુક મહિલાએ ભિક્ષા માંગીને ભેગા કરેલાં પૈસાથી કોર્પોરેશનને હજારો રૂપિયાનો વેરો ભર્યો […]

Gujarat Vadodara

જ્યાં પૈસાપાત્ર અને ધનવાન લોકો દ્વારા ટેક્સની ચોરી કરવામાં અવનવા કીમિયા શોધવામાં આવે છે તેવામાં વડોદરા ખાતે એક ભિક્ષુક વિકલાંગ  મહિલાએ ભિક્ષા માંગી ને બચાવેલા પૈસાથી પોતાના ઘરનો ટેક્ષ ભર્યો છે. અને એક અનોઉખું ઉદાહરણ પૂરું પડ્યું છે.

વડોદરામાં પોતાનું ઘર બચાવવા એક ભિક્ષુક મહિલાએ ભિક્ષા માંગીને ભેગા કરેલાં પૈસાથી કોર્પોરેશનને હજારો રૂપિયાનો વેરો ભર્યો હતો. શહેરની એક વોર્ડ કચેરીમાં વેરો ભરવાં પહોંચેલી આ ભિક્ષુક મહિલાએ ભીખમાં મળેલ પરચુરણનાં રૂપમાં વેરાની ચુકવણી કરી હતી.

વિકલાંગ ટ્રાઇસીકલ પર પોતાનાં માનસિક અસ્થિર વિકલાંગ બાળક સાથે વેરો ભરવાં આ છે જ્યોત્સનાબેન ગાંધી.. વડોદરા મહાનગર પાલિકાની વહીવટી વોર્ડ નં.૧૨ની કચેરી ખાતે પહોંચેલ આ મહિલાએ વેરાબીલનાં કાઉન્ટર પર પૈસા ભરેલી એક પોટલી આપી જેને કર્મચારીએ ખોલતાં જ તેમાંથી પરચુરણ નિકળ્યું હતું. જે જોઇને વોર્ડ ઓફિસનાં કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાયા હતાં. બાદમાં મહિલાની પૃચ્છા કરતાં તે અત્યંત ગરીબ હોવાનું સામે આવ્યું હતું.

જ્યોત્સનાબેન ગાંધી ભિક્ષુક છે અને ભિક્ષા માંગીને પોતાનું અને પોતાનાં માનસિક અને શારીરિક વિકલાંગ પુત્રનું ગુજરાન ચલાવે છે.. શહેરનાં માંજલપુર વિસ્તારમાં અલવા નાકા ખાતેનાં કોતર તલાવડી પાસેની હીરાનગર વસાહતમાં રહેતાં જ્યોત્સનાબેનનાં પતિ 14 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. જેથી પોતે પણ વિકલાંગ હોવાથી કમાણીનો અન્ય કોઇ વિકલ્પ ન રહેતાં તેઓ જલારામ મંદિર બહાર ભીખ માંગે છે.

દરમ્યાન પાલિકાએ તેમનાં ઘરનાં વર્ષોથી બાકી પડતાં વેરા અંગે વારંવાર ટકોર કરી હતી. વેરાની રકમ 15 હજાર રૂ. સુધી પહોંચી જતાં જ્યોત્સનાબેને ભિક્ષા માંગીને 13 હજાર રૂ.જેટલી રકમ ભેગી કરી અને વોર્ડ ઓફિસ જઇ વેરો ભર્યો હતો. ભિક્ષુક મહિલાએ આ રીતે પોટલીમાં પરચુરણ સાથેનો વેરો જમા કરાવતાં ત્યાં ઉપસ્થિત કર્મચારીઓની સાથે વેરો ભરવા આવનાર નાગરિકોને પણ કુતુહલ થયું હતું.

ચાલુ વર્ષે વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરદાતાઓને વેરાનાં બિલો બજવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે સમયસર વેરો ન ભરનાર કરદાતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી તેઓનાં ઘરનાં તમામ જોડાણો કાપી નાંખવામાં આવે છે. તેવામાં પોતાનાં એકમાત્ર કાચા મકાનને પણ નુકશાન ન થાય અને પોતાનાં જીવથી વ્હાલાં દિવ્યાંગ દીકરાનું પાલનપોષણ કરી શકે તે માટે આ ભિક્ષુક મહિલાએ ભીખ માંગીને ભેગાં કરેલાં પૈસાનો વેરો ભરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.