ગુજરાતનાં ભાલે એકપછી એક કુદરતી આફતો લખાઇ હોય તેમ, એકની કળ ન વળી હોય ત્યાં બીજી કુદરતી આફત ટકોરા આપી રહી હોય તેવું પાછલા લાંબા સમયથી જોવામાં આવી રહ્યું છે. સારા વરસાદ બાદ, વરસાદી સિઝનનું લંબાવવું, અનેક જીલ્લા અતિવૃષ્ટીના શિકાર થયા બાદ વાવાઝોડું, કમૌસમી વરસાદ અને ફરી પાછુ લો પ્રેશર સર્જાયું છે.
જી હા અરબી સમુદ્રમાં સર્જાયુ લો પ્રેશર આગામી 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી ભીંતી હવામાન વિભાગ દ્વારા જતાવવામાં આવી રહી છે. લો પ્રેશરનાં કારણે સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 4-5 ડિસેમ્બરે ફરી કમોસમી વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી. ત્યારે આગાહી અનુસાર સૌરાષ્ટ્રની દરિયાઇ પટી પરનાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જીલ્લામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. આગામી 5 તારીખે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરની અસરથી માવઠું સૌરાષ્ટ્રમાં લગભગ જીલ્લામાં જોવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. કેશોદ અને મોરબીમાં કમોસમી વરસાદ થયો છે. જૂનાગઢ જીલ્લાનાં અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ જોવામાં આવી રહ્યો છે. મટીયાણા, આબલીયા, કોટડા ગામમાં વરસાદ થયો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. ત્યારે હજુ બે દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂૂરી સંભાવનાં વચ્ચે 7 ડિસેમ્બર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાઓ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
