પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984 નાં શીખ દંગા અંગે એક મોટુ નિવેદન આપ્યુ છે. પૂર્વ વડા પ્રધાને કહ્યું કે, જો તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઈન્દ્રકુમાર ગુજરલની સલાહ સ્વીકારી લીધી હોત, તો 1984 નાં શીખ રમખાણો થયા ન હોત. તેમણે કહ્યું કે આ દંગા ટાળી શકાયા હોત. મનમોહનસિંહે કહ્યું કે જો ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરલની સલાહ સમયસર સ્વીકારાઈ હોત તો શીખ દંગલ અટકાવી શકાયા હોત.
મનમોહનસિંહે ઇન્દ્રકુમાર ગુજરલની 100 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલે દંગાને રોકવા માટે સેના તૈનાત કરવાની સલાહ આપી હતી, પરંતુ તત્કાલીન ગૃહમંત્રી નરસિમ્હા રાવે તેમની સલાહને અવગણી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાલ ગૃહ મંત્રી નરસિમ્હ રાવને પણ મળ્યા હતા, જે દિવસે શીખ દંગા થયા હતા.
મનમોહનસિંહે કહ્યું કે ગુજારાલ શીખ દંગા પહેલાનાં માહોલને લઇને ખૂબ ચિંતિત હતા. પરિસ્થિતિ જોયા પછી તેઓ રાત્રે તત્કાલિન ગૃહ મંત્રી નરસિમ્હ રાવને મળવા પહોંચ્યા હતા. તેમણે સલાહ પણ આપી હતી કે સરકારે જલ્દીથી સૈન્યને બોલાવવું જોઈએ અને તાત્કાલિક સૈન્ય તૈનાત કરવું જોઈએ. મનમોહનસિંહે કહ્યું હતું કે, 1984 માં શીખ દંગા અટક્યા હોત, જો તે સમયે ઈન્દ્રકુમારની સલાહ સ્વીકારવામાં આવી હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
